________________
૨૦૬].
[ભગવતીસૂત્ર સારસંગ્રહ (૧૭) ધર્મદેશક-શતચારિત્રરૂપી ધર્મના ઉપદેશક છે.
(૧૮) ધર્મદાયક-સંસારમાં હીરા-મેતી–સુવર્ણ-ચાંદી અને સત્તાસ્થાને તે દેવાવાલા ઘણું છે, પણ શ્રુતચારિત્રરૂપી ધર્મ દેનાર તીર્થકર દેવે જ હોય છે. ચારિત્રને અર્થ આ પ્રમાણે છે “જ્યાં નવા પાપોના દ્વાર સર્વથા બંધ થાય અને જૂના પાપ પ્રતિ ક્ષણે ધેવાતાં જાય.”
પૃથ્વી-પાણી–અગ્નિ–વાયુ અને વનસ્પતિમાં જીવે છે, તે માટે સાધુને તેને ઉપગ થઈ શકે જ નહી. સાધુને સ્નાન કરવાનું હોતું નથી. પુષ્પમાળાઓનું પરિધાન સાધુતાને કલંક લગાડનાર છે. હાથે રસોઈ બનાવીને આરેગવામાં પ્રત્યક્ષ રૂપે અગ્નિના જીની હત્યા તથા જીભ ઈન્દ્રિયની લુપતા છે. પંખે હાથમાં લઈને હવા ખાવી તે ગૃહસ્થની શોભા છે, ખેતીવાડી પ્રત્યક્ષ હિંસક કાર્ય છે. ઈત્યાદિક પાપકાર્યોનું સેવન સાધુઓને શેભી શકે નહી. માટે જ કહ્યું છે કે “સ્થાનાં ચર મૂળ તત્ સાધૂનાં તૂષા” ઉપર પ્રમાણે સંપૂર્ણ પાપકાને સૌથી પ્રથમ ત્યાગ કરવીને અત્યુત્કૃષ્ટ સંયમ ધર્મને આપનારા ભગવાન મહાવીર સ્વામી છે. ' (૧૯) ધર્મ સારથિ-ચારિત્રધર્મરૂપી રથના પ્રવર્તક હવાથી ભગવાનને સારથિની ઉપમા આપી છે, જે પ્રમાણે સારથિ રથને, તેમાં બેસનારાને તથા ઘોડાઓને રક્ષે છે. તે પ્રમાણે ભગવાન પણ ધર્મના સારથિ હેવાથી સંયમધારીને સ્થિર કરીને સંયમ ધર્મમાં જેડનારા છે.
(૨૦) ધર્મ ચક્રવર્તી–જે પ્રમાણે સંપૂર્ણપૃથ્વીના રાજા એમાં કર્તીિ રાજા પ્રધાન છે તેમ ધર્મદેશકમાં તીર્થકર દેવ અતિશય સમ્પન્ન હોવાથી શ્રેષ્ઠ ધર્મ ચક્રવતી છે. “ગમે તેવા