________________
૧૯૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ દ્રવ્યાનુયેગ, ચારિત્રાનુગ, ગણિતાનુગ તથા કથાનુ ગ રૂપે ચાર પગ છે. સમ્યગૂજ્ઞાન અને સમ્યફચારિત્ર રૂપે બે નયન છે. દ્રવ્યાસ્તિક તથા પર્યાયાસ્તિક નય રૂપે બે દંતશૂલ છે. વેગ અને ક્ષેમ રૂપે બે કાન છે. અપ્રાપ્ત જે વસ્તુને મેળવી આપે તે યોગ, અને મેળવેલી વસ્તુને સ્થિર કરે તે ક્ષેમ કહેવાય છે.
હાથીને જેમ મેટી શૂઢ હોય છે તેમ આ સૂત્રના પ્રારંભમાં મોટી પ્રસ્તાવના રૂપે શું છે.
ઉપસંહાર વચને તે નિગમનરૂપે પુછ સ્થાને છે.
આમાં કાળ–વિનય–બહુમાનાદિ આઠ પ્રકારના તંગ સ્થાન છે. ઉત્સર્ગ તને અપવાદ રૂપ કથન બે બાજુની ઘંટા, સદશ છે. અને સ્યાદ્વાદ ,પી અંકુશથી આ સૂત્ર પરાધીન છે. રાજાની આજ્ઞાને કેઈપણ પ્રજા જેમ ઉલ્લંઘી શકે તેમ નથી. તેવી જ રીતે સ્યાદ્વાદ રૂપી રાજાની આજ્ઞાને સંસારને કેઈ પણ પદાર્થ ઉલ્લંઘી શકે તેમ નથી.
જેમાં વિવિધ પ્રકારે હેતુપી શકે છે. હાથી ઉપર મૂકાયેલા શસ્ત્રો જેમ શત્રુઓના નાશ માટે હોય છે, તેમ ભગવાન મહાવીરસ્વામી નામના મહારાજાએ પણ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ રૂ૫ ભાવ શત્રુઓને નાશ કરવા માટે જુદા જુદા હેતુઓથી માનવેના મનમાં રહેલા ભાવશત્રુઓને ભગાડી મૂક્યા છે.'
આવી રીતે જ્યકુંજર હાથીની ઉપમાને સંપૂર્ણ રીતે ધારણ કરતું આ ભગવતીસૂત્ર સૌને માટે વન્દનીય, પૂજનીય, પઠનીય તથા માનનીય બને છે.