________________
૨૦૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ (૫) સ્વયં બુદ્ધ-આ ભવની અપેક્ષાએ જ તીર્થ કરે સ્વયં બુદ્ધ હોય છે. બીજાના ઉપદેશની આવશ્યકતા તેમને રહેતી નથી. અથવા વિપરીત, સંશય, અને અનધ્યવસાયરૂપ અજ્ઞાનથી દૂર હોવાના કારણે હેય, શેય, અને ઉપાદેયતત્વને જેઓ સ્વતઃ સમ્યકરૂપે જાણે છે તે સ્વયં બુદ્ધ ભગવાન મહાવીરસ્વામી છે.
(૬) પુરુષોત્તમ–એટલે જન્મ સહજ ચાર મૂળાતિશય, કર્મોના નાશ થયે ૧૧ અતિશય અને દેવકૃત ૧૯ અતિશય આમ ૩૪ અતિશયોને લઈને સંસારભરના બધાએ પ્રાકૃત પુરુષમાં જેઓ ઉત્તમ છે, અદ્વિતીય છે. તે પુરુષોત્તમ કહેવાય છે.
(૭) પુરુષસિંહ–એટલે કે સિંહની જેમ પરાક્રમી. અથાત કમરાજારૂપી હાથીને વિદારવામાં સિંહની જેમ સમર્થ છે. યદ્યપિ ભગવાન તીર્થંકરે બાલ્યકાળથી જ શૂરવીર હોય છે. માટે બધાએ ઉપસર્ગોને સહી શકે છે. તથા કર્મ રાજાને પરાસ્ત કરીને કેવળજ્ઞાનના સ્વામી બને છે. ( (૮) પુરુષવર પુંડરીક–સર્વશ્રેષ્ઠ વેત સહસ્ત્રપત્રી કમળ જેવા ભગવાન સંપૂર્ણ અશુભ દ્રવ્ય અને ભાવ મેલથી રહિત હોવાથી શુદ્ધ છે, અથવા પિતાની આજ્ઞામાં રહેવાવાલા જીનાં સંપૂર્ણ સંતાપ દૂર કરવાવાલા હોવાથી સર્વે ભવ્ય જીને માટે કમળ સમાન છે, કાદવમાંથી કમળ ઉત્પનન થવા છતાં પણ કમણમાં જેમ કાદવની મલિનતા હોતી નથી તેમ ભગવાન પણ સંસારના ભેગરૂપી કાદવમાંથી ઉત્પનન થયા છે પણ સંસારને એક પણ દોષ તેમનામાં નથી.
(૯) પુરુષવર ગન્ધહસ્તી–બધા હાથિઓમાં ગન્ધહસ્તી એટલા માટે શ્રેષ્ઠ મનાય છે કે સામાન્ય હાથીએ તેને