________________
શતક-૧ ૯ ઉદ્દેશક-૧૦ ]
[૧૧૭ સમયમાં બે ક્રિયાને અનુભવ થાય એવા મતની ઉત્પત્તિ કરનાર ધનગુપ્તના શિષ્ય આગંગહતા. તેને ઈતિહાસ જુઓ ભગવતી પૃ. ૨૨૦ (મહાવીર સ્વામી સિદ્ધ થયા પછી ૨૨૮ વર્ષો થયાનું લખ્યું છે. વિશેષાવશ્યક તે ઉતારે છે.)
આ પ્રકરણની અંતે એક પ્રશ્ન છે કે નારકી જીવ કેટલા કાળ સુધી ઉપપાત વિનાને રહે?
જવાબમાં ભગવાને કહ્યું કે-જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ણે બારકમુહૂર્ણ સુધી ઉપપાત વિનાની કહી છે. .
પ્રથમ શતક સમાપ્ત શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય, નવયુગ પ્રવર્તક, શાસન તથા સમાજના હિતચિંતક, બંગાલ, બિહાર ઉત્તર પ્રદેશ આદિ દેશના મહા પંડિતને અહિંસક બનાવનાર તથા ભ. મહાવીર
સ્વામીના અહિંસા તથા સ્યાદ્વાદ સિદ્ધાંતને પ્રબળ પ્રચાર કરનાર જગતુ પૂજ્ય શાસ્ત્ર વિશારદ જેનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.ના શિષ્ય શાસનદીપક સતત સધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનના મહાન પ્રચારક, સત્ય અને સદાચારના નિભીક ઉપદેષ્ટા, પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબે “ભગવતી” જેવા ગંભીર સૂત્ર ઉપર જે વિવરણ લખ્યું હતું, તેના ઉપર વિસ્તૃત ધ(ટીકા) લખીને મેં યથામતિએ સંપાદન કર્યું છે.
शुभं भूयात् सर्वेषां प्राणिनाम्
ET