________________
૧૪૨ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ આ અધિકાર છવાભિગસૂત્રમાં વિશેષ પ્રકારે છે, એમ -ટીકાકારે જણાવ્યું છે. ઇન્દ્રિયો
આમાં ઈન્દ્રિય સંબંધી વર્ણન છે.
આહારક-સમુદ્ધાત-ચતુર્દશ પૂર્વઘારીને આહારક શરીરનામ કર્મથી થાય છે અને તે શરીરનાં પગલે નાશ પામે છે.
કેવલિ–સમુદ્ઘાતકેવલજ્ઞાનના માલિકોને શેષ રહેલા નામ કર્મ, ગોત્રકર્મ, વેદનીય કર્મને લઈને અથાત્ તેમને ખપાવવા માટે થાય છે અને તે ત્રણે કર્મો આયુષ્યકર્મની સાથે સમાપ્ત થાય છે.
આ સમુદ્રઘાતને સમય આઠ સમય હોય છે. જ્યારે ઉપરના સમુદ્દઘાતો અંતર્મુહૂર્ત સમય સુધીના જ હોય છે. ૩૧.અનાદિકાળથી કર્મવશ ભ્રમણ કરતો આ જીવ અનંતવાર નરક ભૂમિમાં ગયેલા છે, જ્યાં નિરંતર અશુભતરલેશ્યા, પરિણામ; દેહ, વેદના અને વિક્રિયાને અનુભવ થાય છે.
ગતિનામકર્મ, જાતિનામકર્મ, શરીરનામકર્મ અને અંગેપાંગનામકર્મને લઈને નરકગતિના નારક જીવમાં લેશ્યા આદિ ભાવે કોઈ કાળે પણ શુભ નથી હોતા.
રત્નપ્રભામાં કાપત લેશ્યા હોય છે.
શર્કરામભામાં અત્યન્ત તીવ્રતર કાપત લેશ્યા હોય છે. વાલુકાપ્રભામાં કાપતલેસ્યા વધારે અને નીલલેશ્યા Dાડી હોય છે.
પંક પ્રભામાં નીલેશ્યા હોય છે.