________________
શતક–૨ જું ઉદ્દેશક-૧૦ ]
[ ૧૭૫ ઘડો કહે, કૂતરાના કાન કપાઈ ગયા હોય છતાં કૂતરે કહે. પણ ઉપર જે કહેવામાં આવ્યું છે તે નિશ્ચયનયની અપેક્ષાએ છે.
ઉપરનાં પાંચ દ્રવ્યમાં આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશ છે અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તથા જીવાસ્તિકાયના અસંખ્ય પ્રદેશ છે. આપણે ઉપર જોઈ ગયા કે જીવાસ્તિકાયને ઉપગ ગુણ છે તે જીવ ‘ઉત્થાનવાળે, કર્મવાળ, બળવાળ, વીર્યવાળો અને પુરુષાકાર પરાક્રમવાળે છે, કે જે આત્મભાવવડે છવભાવને બતાવે છે. એનું કારણ એ છે કે–જીવ મતિ-શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનના અનંત પર્યાના, મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાનના અનંત પર્યાવના. ચક્ષુદશીન, અચક્ષુ દર્શન અવધિદર્શન અને કેવલદર્શનના અનંત પર્યના ઉપયોગને પ્રાપ્ત કરે છે. એટલે કે જીવ, ઉપગરૂપ છે. માટેજ ઉત્થાનાદિવાળે જીવ આત્મભાવવડે જીવભાગને દેખાડે છે.
અહીં જે પર્ય કહ્યા છે, એનો અર્થ છે બુદ્ધિથી કહેલા વિભાગે કહેવાને મતલબ એ છે કે મતિજ્ઞાનના એવા પર્યવે અનંત હોય છે તેથી જ ઉથાનાદિ (ઉઠવું. બેસવું, સૂવું, ખાવું વગેરે) ભાવમાં વર્તતે આત્મા મતિજ્ઞાન સંબંધી અનંત પર્યના ઉપગને મતિ જ્ઞાનના પર્યવરૂપ એક પ્રકારના ચૈતન્યને પામે છે, એમ કહેવાય.
આકાશાસ્તિકાય–આકાશ બે પ્રકારના છે – કાકાશ અને અલકાકાશ. જે ક્ષેત્રમાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો રહે છે તે ક્ષેત્ર-દ્ર સહિત લેક જ લોકાકાશ કહેવાય છે. અને જ્યાં તે દ્રવ્યો નથી તે અલોક અશોકાકાશ કહેવાય છે.