________________
શતક-૧ ૯ ઉદેશક-૩]
[ ૧૮ પુષ્પ, ફળે, તેમાં પણ ખાટો, મીઠે રસ ઈત્યાદિક અગણિત પદાર્થોના નિર્માણ કર્તાને કેઈએ જોયો નથી. જેવામાં આવતું નથી. માટે જે અદશ્ય શકિતના માધ્યમથી સંસારનું સંચાલન દેખાય છે, તે શકિત જ કર્મ સત્તા છે. “માનવઃ ચત ચિત્તે તત્ર કર્મ અથાત્ મન-વચન. અને શરીર વડે જે કરાય તે કર્મ પૌદગલિક હોવાના કારણે અજીવ છે, છતાં તેની અનંતશકિત સૌને પ્રત્યક્ષ દેખાય છે.
ખાણમાંથી નિકળેલા સુવર્ણની માફક જીવ અને અજીવ કર્મના મિશ્રણથી જ સંસારનું સંચાલન સુસ્પષ્ટ અને અનુભવગમ્ય છે.
આત્માના પ્રત્યેક પ્રદેશે કર્મવર્ગ ચૂંટેલી હોવાથી અરૂપી એ આત્મા પણ કથંચિત્ રૂપી છે અને તેથી જ કરેલા કર્મોને લઈને ચારે ગતિઓમાં પરિભ્રમણ કરે છે કરે છે અને સુખ–દુઃખ ભેગવે છે.
આત્માને ફુટસ્થ નિત્ય માનવાથી તેને રૂપાન્તર, ક્ષેત્રાન્તર આકાશની માફક કોઈ કાળે પણ સંભવી શકે નહિં. પિતાની વિદ્યમાન અવસ્થાને ક્યારે પણ છેડે નહીં, સુખી અવસ્થામાંથી દુઃખી અવસ્થાની ઉત્પત્તિ થાય નહિં, છતાં રહે તે કુટસ્થનિત્ય કહેવાય છે.”
પરંતુ આ નિયમ પ્રમાણે તો સંસારની કઈ પણ વ્યવસ્થા. કોઈને પણ દેખાતી નથી. અનુભવાતી નથી. માટે જ જૈનશાસન