________________
શતક-૨ જ ઉદ્દેશક-૧૦]
[૧૯૧
પ્રાણ એટલે ઉચ્છ્વાસ રૂપે પરિણત થયેલા દ્રવ્યના સમૂહ દ્વારા જે શ્વાસ લેવા રૂપ ચાપાર કરવામાં આવે તેને ઉચ્છ્વાસ કહેવાય છે. નાભિમાંથી ઉત્પન્ન થયેલા ઉચ્છ્વાસરૂપ વાયુ પ્રાણરૂપે સમાધાય છે.
જયારે બહારના વાયુ જે અંદર લઈ જવાયા છે, તેને નિ:શ્વાસરૂપે પાછે. બહાર ફેંકાય તે અપાનવાયુ કહેવાય છે.
આ પ્રમાણે શરીર-વચન-મન-પ્રાણ અને અપાનની રચના કરનારા નામકમનાં અવાંતર ભેદો કામ કરે છે, માટે આ પુદ્દગલાના ઉપકાર સ્પષ્ટ છે. ‘મેળાચતનું શરીરમ’કાંના કળાને ભોગવવા માટે જીવાત્માને શરીર ધાર્યા વિના ચાલતું નથી. અને શરીરાદિ રચનામાં નામકર્મની મુખ્યતા છે. તે ઉપરાંત મનગમતાં રૂપસ્પશ–રસ ગધ અને વર્ણ મળવાથી જીવને સુખ ઉપજે છે. અને તેનાથી વિપરીત દુઃખ થાય છે. આ બન્ને માં અર્થાત્ સુખદુઃખમાં સાતા—વેદનીય અને અસાતાવેદનીય કમ કારણ રૂપે છે.
વિધિપૂર્વક સ્નાન-અચ્છાદન—અનુલેપ-આહાર અને વિહાર આદિ લાંખા જીવનને આપનારા છે. આનાથી વિપરીત આહાર વિહાર કરવા. શસ્રઘાત, અગ્નિ તથા વિષભક્ષણ કરવાં તે મૃત્યુના કારણ માટે થાય છે. માટે જીવન અને મરણમાં પણ પુદ્ગલો જ કામ કરી રહ્યા છે. દીર્ષાયુષ્યમાં આયુષ્યકમ ની પ્રધાનતા છે અને મરણમાં તેના અભાવ છે. જીવદ્રવ્ય પરસ્પર હિત અને અહિતનાં ઉપદેશ વડે ખીજાને ઉપકારક છે અર્થાત