________________
૧૯૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ પછી સાંભળનારના જીવનમાં શુભ-અશુભ ક્રિયા ચાલુ થાય છે. અપશબ્દો સાંભળવાથી આપણને રોષ થાય છે. અને સારા આશીવાદાત્મક શબ્દો સાંભળવાથી આપણને સમતા અને સંતોષ થાય છે, માટે આપણા જીવનમાં કિયા ઉત્પન્ન કરાવનાર સંભળાતા શબ્દો છે. ગુણ સર્વથા નિષ્ક્રય જ હોય છે, માટે શબ્દ પદગલિક છે. આ પ્રમાણે ભાષા વ્યવહાર એકેન્દ્રિય જીવોને હેત નથી. કેમકે તેમને પરભવમાં ભાષા-પર્યાપ્ત નામકર્મ ઉપાર્જન કર્યું નથી. જેથી તેઓ પિતાની માનસિક વ્યથા બીજા કોઈ પણ જીવને જણાવી શકતા નથી. મને વર્ગણાના પગલે કેવળસંજ્ઞી જીને જ હોય છે. એકન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને ગર્ભ વિનાના પંચેન્દ્રિય સમચ્છિમ જીને મને વર્ગણા હોવાના કારણે ઉપરના છ દ્રવ્ય મન વગરના હોય છે. જ્યારે ગર્ભજ જીવને મન હોવાથી તેમને માનસિક વિચાર સિદ્ધાન્ત ગમ્ય છે. અહીં આહાર-નિદ્રા ભય અને મૈથુન સંજ્ઞા લેવાની નથી કેમકે આ ચારે સંજ્ઞા તો નિગોદવતી જેને પણ હોય છે. માટે માનસિક વિચાર ધરાવનાર સંજ્ઞા બે હેય છે.
દીધ કાલિકી સંજ્ઞા એટલે ભૂત અને ભવિષ્યને વિચાર કરાવે તેવી સંજ્ઞાને દીર્ધકાલિકી સંજ્ઞા કહેવાય છે. અને બીજી સંજ્ઞા દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા જે વિશિષ્ટ પ્રકારનાં શ્રત જ્ઞાનના ક્ષોપશમ યુકત હોય છે. સમ્યજ્ઞાનને પ્રકાશ હોવાથી હેય અને ઉપાદેય શું છે? તે જાણવાને જીવ સમર્થ બને છે.
પયતનામકર્મના કારણે જે જીવે પર્યાપ્ત અવસ્થાને પ્રાપ્ત થયા છે, તેમને પ્રાણ અને અપાનની રચના નામકર્મ.. વડે થાય છે.