________________
૧૮૨]
- ભગવતીસૂત્ર સારસંગ્રહ હોઈને પણ એક એક અખંડ દ્રવ્ય છે. ગતિમાં સહાય કરનારા ધર્મા–સ્તિકાયની તુલનામાં આવે અને સ્થિતિમાં સહાય કરનાર અધર્માસ્થિતકાયની તુલનામાં આવે એ બીજે પદાર્થ એકેય નથી. ત્યારે આકાશાસ્તિકાય સૌને અવકાશ આપે છે. આ ત્રણે દ્ર જેમ અખંડ છે, તેમ ક્રિયા વિનાના છે. જ્યારે જીવ અને પુદ્ગલે કિયાવાન છે.
કિયા એટલે એક સ્થાનેથી બીજા સ્થાનને અને એક આકારથી બીજા આકારને પ્રાપ્ત કરે તે ક્રિયા કહેવાય છે. જ્યારે ધર્મ, અધર્મ અને આકાશને તો કોઈ પણ કાળે ક્ષેત્રાન્તર કે આકારાન્તર થતો નથી. છતાં પણ અસ્તિ ભવતિગયુપગ્રહ-સ્થિત્યુપગ્રહ અને અવકાશ દાનપગ્રહ આદિ ક્રિયાને વ્યવહાર ત્રણે દ્રવ્યમાં થાય છે, માટે પરિણામ લક્ષણ ક્રિયા આ ત્રણેમાં સમજવી. જીવ તથા પુદ્ગલમાં પરિસ્પન્દ લક્ષણ કિયા સમજવી. અહીં જીવ તથા પુદ્ગલોને કિયાવાન કહ્યા છે. તે પરિસ્પન્દ લહાણ ક્રિયાના કારણે જ અને આજ કિયા ખરેખર કિયા છે. ધર્મ અધર્મ–આકાશ અને જીવના પ્રદેશ અસંખ્ય છે. પ્રદેશ એટલે સર્વસૂમ પદાર્થ બીજે જેને વિભાગ ન થઈ શકે અને પરમાણુના અવગાહન જેટલા સ્થાનમાં થઈ શકે તે પ્રદેશ કહેવાય છે.
પરમાણુને આદિ વિનાને, મધ્યવિનાને, અને અપ્રદેશી કહ્યો છે. જ્યારે પરમાણુઓથી બનેલ સ્કંધ અવયવવા જ હોય છે. તેનું છેદન–ભેદન થતાં છેલ્લે જે નિરવયવી અંશ રહે તે પરમાણું.