________________
૧૮૪ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ
અનંત પુદ્ગલેને સ્કંધ અસંખ્યાત પ્રદેશમાં કે સંખ્યાત પ્રદેશમાં કેમ રહી શકશે ? આના જવાબમાં ભગવાને કહ્યું કે જેમ એક મણ કપાસ (રૂ) જેટલા પ્રદેશમાં રહે છે, તેટલા જ પ્રદેશમાં સેંકડો મણના પત્થરે, લોઢું, સોનું, ચાંદી સમાઈ શકે છે. અથવા એક જ કમરામાં દીવાથી લઈને હજારો દીવાઓને પ્રકાશ જેમ સમાઈ જાય છે; તેમ અનંત પુગલે પણ યથાવત અસંખ્યાત પ્રદેશમાં રહી શકે છે તેમાં વાંધો નથી આવતો.
જીવાત્માનું અવગાહન કાકાશના અસંખ્યાત ભાગથી લઈને સંપૂર્ણ લેકાકાશમાં હોય છે. કેમકે જીવના શરીરની અવગાહના અંગૂલના અસંખ્યાત ભાગ જેટલી શાસ્ત્રોમાં રહી છે. અને કેવલી સમુઘાતની અપેક્ષાએ જ સંપૂર્ણ કાકાશમાં પણ અવગાહના માન્ય છે.
પરન્તુ તેથી જીવને સર્વવ્યાપી માનવાની જરૂરત નથી. જૈન શાસનને માન્ય જીવમાત્ર શરીર વ્યાપી જ છે. આ હકીકત આગમ અને તર્કથી સિદ્ધ છે. જેના ગુણે જ્યાં રહેતા હોય છે તે દ્રવ્યની કલ્પના પણ તેટલા જ ક્ષેત્રમાં કરવાની હોય છે.
જ્યાં ઘડે છે. ત્યાં જ તેના ગુણે પ્રત્યક્ષ ગોચર છે. તેવી જ રીતે આત્માના સઘળા ગુણો શરીરમાં જ વિદ્યમાન છે, અન્યત્ર નહીં માટે જીવ શરીર વ્યાપી છે. આ
ધમસ્તિકાય જીવને ગતિ કરવામાં સહાયક બને છે અને અધમસ્તિકાય ઉભા રહેવામાં સહાયક બને છે. આ બન્ને ઉદાસીને કારણે સમજવા, પ્રેરક કારણો નહિં. જે પ્રેરક કારણ માનવામાં આવે તો સંસારમાં ગડબડ ઉભી થશે.