________________
૧૭૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ] આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને કાળ એ પાંચ ભેદ છે. અને છડું દ્રવ્ય જીવારિતકાય છે.
અજીવ એટલે આ પાંચ દ્રવ્ય જીવરૂપે નથી. જ્ઞાન વિજ્ઞાન વિનાનાં શૌતન્ય ઉપગથી રહિત અજીવ હોય છે. કેવળ અસ્તિત્વાદિ ધર્મોની અપેક્ષાએ જીવદ્રવ્યમાં તથા ધર્માદિ દ્રમાં સાદશ્ય હોવાથી “
નને પથુદાસ એટલે સદશગ્રાહી અર્થ લેવાને છે.” નામકર્મના ઉદયથી પ્રાણેને ધારણ કરે છે. તે પ્રાણ જેને નથી તે અજીવ છે.” - -
કાય” શબ્દથી પ્રદેશ અને અવયની બહુલતા અને કાળ દ્રવ્યમાં પ્રદેશને નિષેધ સૂચિત થાય છે. આ ચારે દ્રવ્યમાં “અછવકાય” શબ્દને વ્યવહાર કર્મધારય સમાસ પ્રમાણે કરવાને છે કેમકે આ ચારે દ્રવ્યો અજીવ પણ છે. અને કાય પણ છે. જળવાય તે વયતિ–જવાયદા આ સમાસમાં અને શબ્દોની વૃત્તિ પરસ્પર એકબીજાને છેડીને પણ રહે છે” જેમ “નીલે+લ” માના નીલ શબ્દને છેડીને ઉત્પલ શબ્દ ૨કતત્પલ” માં રહે છે અને ઉત્પલને છેડીને નીલ શબ્દ નીલવસ્ત્રમાં પણ વપરાય છે.
આ પ્રમાણે અજીવ શબ્દને છોડીને “કાય” શબ્દ છવા– સ્તિકામાં રહે છે. અને “કાય” શબ્દને છોડીને “અજીવ” શબ્દ કાલદ્રવ્યમાં પણ રહે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયમાં “ધર્મ અને અધર્મ” શબ્દ પ્રચલિત પાપ અને પુણ્યના પર્યાય શબ્દો નથી. તેમજ વૈશેષિકદર્શને માનેલા 'द्रव्य गुण कर्म सामान्य विशेष समवायाऽभावाः सप्तपदार्था'. આ સૂત્રમાં પડેલા ગુણ શબ્દને વિશેષ અર્થ પણ નથી. પરંતુ જૈન શાસનને માન્ય આ દ્રવ્યો સર્વથા સ્વતંત્ર કવ્યા છે.