________________
શતક-૨ નું ઉદ્દેશક–૫] ,
[૧૪૯ કેટલાક લોકો એમ માને છે કે-નિગ્રંથ મરીને દેવ થયા પછી તે દેવ, ત્યાં બીજા દે કે બીજા દેવીઓ સાથે વિષય સેવન કરતું નથી, પરંતુ પિતાના જ બે રૂપ કરે છે. એક દેવનું ને બીજુ દેવીનું. એમ કરીને તે કૃત્રિમ દેવી સાથે વિષય–સેવન કરે છે. એમ કરવાથી એક જીવ એક કાળે બે વેદને અનુભવે છે, એ પણ સિદ્ધ થાય છે. (પુરુષવેદ અને સ્ત્રી વેદ) પરંતુ તે વાત ઠીક નથી. અહીંથી મરીને ત્યાં ઉત્પન
તેઈન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય અને શ્રવણેન્દ્રિયનું આવરણ હોવાથી તેમને તે વિષયનું જ્ઞાન હોતું નથી. આમાં ન્હાના-મ્હોટા કાન ખજૂરા, માંકડ, જૂ, લીખ, કીડી, ઉધઈ, મંડા, અનાજમાં થનારા ધનેડા, વાળના મૂળમાં તથા કુતરાના કાનમાં થનારા કીડા, અવાવરૂ જમીનમાં થનારા જુઆ, છાણ અને વિષ્ટાના કીડાઓ, કીડાઓ, કુંથુઆ, ખાંડ-ગોળ તથા ચોખામાં થનારી ઈયળ તથા ચોમાસાની શરૂઆતમાં થનારા લાલ રંગના કીડા આ બધા તેઈન્દ્રિય કહેવાય છે.
ચાર ઇન્દ્રિયવાળા અને કર્ણેન્દ્રિય નથી હોતી. આમાં પીળા, કાળા રંગના વિંછી, બગાઈ, ભમરા, ભમરી, તીડ, માંખી, ડાંસ (હૃાા વર્ષોર્મવાર ડાંસલા વરસાદમાં ઉત્પન્ન થાય છે), મચ્છર કંસારી, ખડમાકડી વગેરે જ હોય છે.
પંચેન્દ્રિય જીવોને પાંચે ઈન્દ્રિયેના આવરણ નહીં હોવાના કારણે પાંચે ઇન્દ્રિયોના વિષયેને ગ્રહણ કરવાની લબ્ધિઓ પ્રાપ્ત થયેલી હોય છે. પંચેન્દ્રિય જીવો ચાર પ્રકારના છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. તિયચ પંચેન્દ્રિયમાં પશુ, પક્ષી અને માં છલા વગેરે જળચર જી