________________
શતક-૨ નું ઉદ્દેશક–પ ]
[ ૧૫૧ ઓછું અંતર્મુહૂર્ત અને વધારામાં વધારે આઠ વર્ષ સુધી રહે છે.
મનુષગર્ભ મનુષીગર્ભરૂપે ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે બાર વર્ષ સુધી રહે છે.
કાયભવસ્થ કાયભવસ્થરૂપે ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે ચોવીસ વર્ષ સુધી રહે.
માતાની પટની વચ્ચે રહેલ ગર્ભનું શરીર તે “કાય” કહેવાય. તે શરીરમાં જે ઉત્પન્ન થવું તે “કાયભવ’ કહેવાય. અને તેમાં જે જન્મ્યા હોય તે “કાયભવસ્થ” કહેવાય. તે કાયભવસ્થરૂપે વીસ વર્ષ સુધી રહે. તે એવી રીતે તે કઈ જીવનું શરીર ગર્ભમાં રચાઈ ગયું હોય પછી તે જીવ તે શરીરમાં માતાના ઉદરમાં બાર વર્ષ સુધી રહી મરણ પામી પાછો પોતે રચેલ તેના તે શરીરમાં ઉત્પન્ન થઈ ફરીને બાર વર્ષ સુધી રહે. એ પ્રકારે વીસ વર્ષ સુધી કાયભવસ્થરૂપે રહે. અથવા એમ પણ કહે છે કે–બાર વર્ષ સુધી રહીને ફરીને બીજા વીય વડે ત્યાંજ તેજ શરીરમાં બાર વર્ષની સ્થિતિયુક્ત થઈને જન્મ. એ રીતે ચાવીસ વર્ષ ગણાય = ૩૩. ઉદક ગર્ભ માટે સારામાં સારી જાણકારી ભગવતી સૂત્રના વિવેચન પરથી જાણી લેવી.
ગર્ભગત જીવ ઓછામાં ઓછું અને વધુમાં વધુ કયાં સુધી ગર્ભમાં રહે છે, તેની ચર્ચા કર્યા પછી એક જીવને એક સાથે કેટલા બાપ (પિતા) હોઈ શકે છે, તેના જવાબમાં નરદેવ અને ભાવદેવથી પૂજાએલા દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીએ ફરમાવ્યું કે-બસની સંખ્યાથી લઈને