________________
શતક-૨ નું ઉદ્દેશક–૫]
[૧૬૧ હંમેશા ઝર્યા જ કરે છે અને આપણને ખબર યે નથી પડતી કે પાણી ક્યાંથી આવે છે.
ભગવાન સુધમાં સ્વામીના સમયે પણ આ કુંડ હતા અને મુનિરાજોનું આગમન સાંભળતાં જ રાજી રાજી થયા અને તેમને વાંદવા માટે નમવાં માટે અને ઉપાસના અર્થે ત્યાં આવ્યા છે. અને પોતાની શંકાઓ દૂર કરી શકયા છે. સત્પાત્રમાં દાન દેવા માટે તેઓ અધિક રૂચિવાળા હતાં. તેવી જ રીતે અનુકંથ જીને અનુકંપાપૂર્વક દાન દેવામાં તેટલાજ આગ્રહી હતા તે કારણે રાત-દિવસ તેમનાં દરવાજા ખુલ્લા રહેતા હતા. ' પાર્શ્વનાથ ભગવાનનાં મુનિરાજે સાથે ચર્ચા કરતાં તે શ્રાવ. કેએ જ્યારે જાણ્યું કે સંયમ એટલે નવા પાપનાં દ્વાર બંધ કરવાં. અને તપ એટલે જુના પાપોને ધંઈ નાખવા તો પછી દેવગતિ શી રીતે પ્રાપ્ત થાય. કેમકે નવાં પાપોને રોકનાર અને જૂનાં પાપને ખંખેરી નાખનાર તો મેક્ષમાં જવાનો અધિકારી છે.
આ શંકાના નિવારણ માટે મુનિઓએ કહ્યું કે પૂર્વ સંયમ અને પૂર્વ તપનાં કારણે દેવગતિ પ્રાપ્ત થાય છે. એટલે કે સંયમ અને તપમાં જેટલાં અંશે રાગ હશે. તે પૂર્વ સંયમ અને પૂર્વ તપ કહેવાશે. આવો સાધક અર્થાત્ રાગ સહીત સંયમ અને તપને આરાધક મેક્ષમાં નહીં જતાં દેવગતિને મેળવનારે થશે. આના ઉત્તરથી શ્રાવકે નિઃશંક થયે ફરી ફરીથી મુનિએને નમન કરી વંદન કરી અને જૈનશાસનની ભૂરિ ભૂરિ પ્રશંસા કરતાં પિતાને ઘેર આવ્યા અને પિતાના આત્માને ધર્મધ્યાનમાં સ્થિર કચે. ૧૧