________________
૧૬૪]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ દેવે • આ પ્રકરણમાં દેવોના ભેદ સંબંધી વિચાર છે. છે. તેમ દુરાચારીને ભાષા વ્યવહાર પણ દુરાચાર પૂર્ણ અને સદાચારીને ભાષા વ્યવહાર સદાચાર પૂર્ણ હોય છે. માટે બોલવા વાળાના આશયને સ્પષ્ટ કરનારી ભાષા પણ ચાર પ્રકારે છે. સત્યભાષા, મૃષાભાષા, સત્યા મૃષાભાષા અને અસત્યઅમૃષા ભાષા, સત્ય ભાષાને અર્થ આ પ્રમાણે છે. બધા જાને હિતકાર, સભ્ય, અસિંદિગ્ધ, પાપ વિનાની, પરિમિત શબ્દોવાળી, ભાષા, તે સત્યા છે. અહિંસક અને ધાર્મિક માણસને બોલવા ગ્ય અને લખવા એગ્ય ભાષા સત્ય ભાષા છે. જે દશ પ્રકારે છે. જનપદ સત્યા, સંમત સત્યા, સ્થાપના સત્યા, નામ સત્યા, રૂપ સત્યા, પ્રતીત્ય સત્યા, વ્યવહાર સત્યા, ભાવ સત્યા, ત્યાગ સત્યા, ઔપમ્યા સત્યા.
બીજી મૃષા ભાષા છે. જેને લઈને બીજા જીવોની હત્યા થાય. કેઈને પણ આત્મા દુભાવાય, પારકાઓની આજીવિકા તૂટે ઈત્યાદિ ભાષા મૃષા ભાષા છે તે દશ પ્રકારે છે.
ક્રોધ, માન, માયા, લેભ, પ્રીતિ શ્રેષ, હાસ્ય, ભય, આખ્યાયિકા અને ઉપધાત આ પ્રમાણેના આત્મિક દૂષણોને લઈને બેલનારની ભાષા મૃષા ભાષા કહેવાશે. મેહ કમને પ્રબલ ઉદય વર્તતે હોય. મેહ કર્મની ઉદીરણા કરવામાંજ જેને રસ હોય. અને તેવા જીવે સાથે મિત્રતા કરીને જીવન યાપન કરનારે હોય તેવા જીવાત્માઓને ભાષા વ્યવહાર અસત્ય પૂર્ણ રહેશે. ક્રોધના આવેશમાં આવીને જે ભાષા બોલાય છે. તે હિંસાત્મક હેવાના કારણે મૃષા ભાષા કહેવાય છે. હિંસક બે જાતના હોય છે. એક દ્રવ્ય હિંસક અને બીજો ભાવ હિંસક. •