________________
શતક–રજુ ઉદ્દેશક-૭]
[૧૬૭ આ સંબંધીનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન. પ્રથમ મૃષાવાદને ત્યાગ કરે અનિવાર્ય છે. અને મૃષાવાદને ત્યાગ કરવાની ભાવનાવાળા માનવે સૌથી પહેલા તેના મૂળ કારણે જે ઉપર બતાવ્યાં છે. તેને સર્વથા છોડવા માટે જ તૈયાર રહેવું જોઈએ.
આગમ વચન પણ છે કે જો વા ચોદાવા મા વ ાના વા આ ચાર કારણોથી માણસ જૂઠ બોલે છે. આવી સ્થિતિમાં તે બીજું વ્રત શી રીતે લેશે? અને લેશે તો શી રીતે પાળશે? અને ન પાળી શકે તે વ્રતની મશ્કરી એટલે મહાવીરના શાસનની ઠેકડી જ તેના ભાગ્યમાં રહેશે.
ભાષાને ત્રીજો પ્રકાર સત્યામૃષા છે. જે ભાષા બોલવામાં કાંઈક સત્યતા અને કંઈક અસત્યતા પણ રહેલી હોય છે. તે સત્યામૃષા ભાષાના પણ દશ પ્રકાર છે. ૧ ઉત્પન્ન મિશ્રિત, ૨ વિગત મિશ્રિત, ૩ ઉત્પન્ન વિગત મિશ્રિત,૪જીવ મિશ્રિત, ૫ અજીવ મિશ્રિત, ૬. જીવાજીવ મિશ્રિત, ૭ અનંત મિશ્રિત, ૮ પ્રત્યેક મિશ્રિત, ૯ કાળ મિશ્રિત તથા ૧૦ અદ્ધાદ્ધા મિશ્રિત છે. અને ચોથા પ્રકારની ભાષા અસત્યામૃષા છે.જેમાં સત્યતા તેમ અસત્યતા પણ નથી કેવળ વ્યવહાર જ આ ભાષાનો હેતુ છે તેના બાર ભેદ છે.
૧ આમંત્રણ; ૨ અજ્ઞાપની, ૩ યાચની, ૪ પ્રચ્છની, ૫ પ્રજ્ઞાપની, ૬ પ્રત્યાખ્યાની, ૭ ઈરછાનુલેમા, ૮ અનભિગૃહીતા ૯ અભિગૃહીતા, ૧૦ સંશયકરણ, ૧૧ વ્યાકૃત તથા ૧૨ અવ્યાકૃત છે.