________________
૧૭૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ સમય એટર્સે કાળ કાળથી ઉપલક્ષિત જે ક્ષેત્ર તે સમય ક્ષેત્ર કહેવાય છે. કહેવામાં આવ્યું છે કે–સૂર્યની ગતિથી ઓળખાતે દિવસ અને માસાદિરપ કાળ એ મનુષ્ય ક્ષેત્રમાં જ છે. તેથી આગળ નથી કારણ કે આગળ રહેનારા સૂર્ય ગતિવાળા નથી.
જંબુદ્વીપથી લઈને માનુષેતર પર્વત સુધી મનુષ્યલોક છે. જે ક્ષેત્રમાં અરિહંતે, ચક્રવતીઓ, બલદે, વાસુદેવ શ્રાવકો અને શ્રાવિકાઓ છે તે મનુષ્યલોક છે. જ્યાં મોટા મેઘ વરસે છે. જ્યાં અગ્નિકાય છે. જ્યાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થાય છે, તે મનુશ્લોક છે.
પાંચ દ્રવ્ય
જૈન શાસ્ત્રોમાં છ દ્રવ્ય માનવામાં આવ્યા છે. જેમાંના પાંચ અસ્તિકાયરૂપ છે. અને છડું દ્રવ્ય છે કાળ. અસ્તિકાય દ્રવ્યો આ છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાયા જીવાસ્તિકાય. અને પુદ્ગલાસ્તિકાય આ પાંચ અસ્તિકાનું વર્ણન આ પ્રકરણમાં છે. જેને સાર આ છે – આ પહેલા એ જાણવું જોઈએ કે–અસ્તિકાય એટલે શું ! અસ્તિ” એટલે પ્રદેશ અને “કાય એટલે સમૂહ. અર્થાત્
સૌધર્મ, ઈશાન, સનકુમાર મહેન્દ્ર બ્રહ્મલોક, લાન્તક,મહાશુક સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત.
આના ઉપર નવ વેયક દેવે છે. અને સૌથી છેલ્લાવિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ દે છે. જે એકાવનારી હોય છે. અને ઉપરના ચારે દ્વિભાવિક