________________
શતક-રજુ ઉશક–૭).
[૧૬૫ સાર એ છે કે દેવ ચાર પ્રકારના છે. ભવનપતિ, વાનવંતર
પિતાના પેટને માટે અથવા અમૂક કારણોને લઈને અનિવાર્ય રૂપે હિસંક વૃત્તિને આશ્રય લેનાર દ્રવ્ય હિંસક હોય છે. તે પોતાને સ્વાર્થ સધાય પછી હિંસાને, હિંસાના વ્યાપાર ને છોડી પણ દે છે. જ્યારે ભવ પરંપરાના આત્મીય દૂષણેમાં રાચનાર વ્યકિત જાણે અજાણે અથવા સ્વાર્થની ખાતર કોધ, માન, માયા, લેભ, પ્રીતિ, દ્વેષ હાસ્ય આદિને આશ્રય લે છે. ત્યારે તે ભાવ હિંસકને માનસિક, વાચિક, કાયિક વ્યાપાર પરધાતક અને સ્વધાતક રૂપે બને છે. માટે જ દ્રવ્ય હિંસા કરતાં પણ ભાવ હિંસા અત્યંત દુત્યાજય છે. તેથી જ જૈન શાસનનું આ કથન છે કે ક્રોધી માણસનું ભાષણ અસત્ય જે હોય છે. કેમકે ક્રોધ પર પીડાત્મક અપ્રીત્યાત્મક રૂપે જ અનુભ– વાય છે. જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ રૂપ, શ્રત, અને તપને મદ યા નશે જ્યારે આત્માને ચડે છે ત્યારે બીજાઓની નિંદા, અપમાન તિરસ્કાર કરવાથી તેની ભાષા પણ પરપીડાત્મક હિોવાના કારણે મૃષાભાષાના રૂપે જ પરિણમશે.
- તીર્થંકર પરમાત્માઓનું શાસન કહે છે કે-અહંકારી તથા મિથ્યાભિમાનીએાની ભાષા અસત્ય ભાષા છે, માયાવી, કપટી માણસને પોતાનાં દૂષણો છૂપાવવાના હોય છે. માટે તેને અધોય આડંબર મૃષાવાદાત્મક હોવાથી તેની ભાષા અસત્યરૂપે જ રહે છે. શ્રીમંતાઈને, સત્તાપ્રાપ્તિને, શિષ્યને, પુત્રોને, ચશ અને કીતિ મેળવવા માટે લેભ કોઈ કાળે પણ સત્ય ભાષણ કરવા દેતા નથી માટે જ લેભાંધ માણસને ભાષા વ્યવહાર અસત્ય હોય છે.
પર પ્રદાર્થ પ્રત્યે જ્યારે અતિશય પ્રેમ બંધાય છે, ત્યારે તેની ભાષામાં અસત્યતા આવ્યા વિના રહેતી નથી. ષી માણસ જ્યારે બીજાઓના ગુણોને, વિદ્વત્તાને, તથા સને લખવા