________________
૧૬૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ ચદપિ મકાને તથા વૃક્ષે એક સરખા નથી હોતાં. તથાપિ ઉંચા ટેકરા ઉપરચઢેલાં માણસને આખુંયેગામ સમાન આકારેજ દેખાય છે. તેવી જ રીતે સમ્યકત્વરૂપી ઉંચા ટેકરા ઉપર ચઢી ગયેલો ભાગ્યશાળી આત્મા સમભાવમાં આવીને એટલો નિર્વિકારી થઈ જાય છે. કે બીજા આત્માઓ પણ તેને પોતાનાં સરખાં લાગે છે. તથા સૌ માં અમુક ગુણોને જોઈને તે સહુને ગુણીયલ માનવાની વૃતિ તથા પ્રવૃત્તિ પણ એવી સરસ પ્રાદુભૂત થાય છે. જેને લઈને આ મારે છે. આ તારો છે હું સમકિતી છું. તું મિથ્યાત્વી છે મારાં શિખ્યામાં જૈન ધર્મ છે. બીજાઓમાં નથી. મારે સંઘ સંઘ છે. જ્યારે બીજા આચાર્યોને સંઘ ગુણ રહિત છે. મારા તપાગચ્છને મૂકીને બીજા કોઈ પણ સંપ્રદાયમાં સમ્યક્ત્વ હેઈ શકે નહી. ઈત્યાદિ બુદ્ધિ ભ્રમણાઓ કોઈ કાળે તે સમ્યક્ત્વધારીને થતી નથી. વસ્તુતઃ તે આત્માને સમ્યક્ત્વ સ્પશ થઈ ગયે હશે તો!
અન્યથા કલેશ કંકાસની ઉદીરણામાં રાગ દ્વેષની પરિણતિમાં મેહ માયાની જાલમાં સમ્યકત્વ ક્યાં રહેતું હશે ? તે ભગવાન જાણે?
આ નગરીના શ્રાવકે શુદ્ધ સમ્યક્ત્વી હતાં માટે બંને તીર્થંકર પરમાત્માનાં મુનિએ તેમને એક સરખા જ ગુણીયલ, ચારિત્રધારી અને વન્દનીય લાગ્યા છે. ગૃહસ્થાશ્રમને વૈરાગ્યપૂર્વક ત્યાગ કરનાર તથા યથાશકિત તપશ્ચર્યાને આચરનાર મુનિઓમાં ધર્મના નામે, સમ્યકત્વમિથ્યાત્વનાં નામે, આરિતક-નાસ્તિકનાં નામે તથા સુધારક ચુસ્તનાં નામે વર્ગ ભેદ કરો. અને તે અસત્ કર્મ ને ટેકે આપ મહામિથ્યાત્વ છે. આત્મિક દુરાચાર છે. અને ઉત્સુત્ર પ્રરૂપણાને બેનમુન દાખલ છે.