________________
શતક-૨ નું ઉદ્દેશક-પ ]
( [ ૧૪૭ રાજગૃહમાં શ્રી ગૌતમસ્વામીનું ભિક્ષાટન, ગૌતમસ્વામીએ ભગવાનને પૂછીને કરેલે નિર્ણય અને છેવટે રાજગૃહના ઉના પાણીના કુંડોનું વર્ણન છે. • કાનપટ્ટી, આંખના ડેળા, નાક, જીભ વગેરે જે બાહ્ય રૂપે ઈન્દ્રિાના આકાર દેખાય છે તે બાહ્ય નિવૃત્તિ કહેવાય છે. અને આભ્યન્તરરૂપે સ્પર્શેન્દ્રિયને આકાર અનિયમિત છે કેમકે દરેક જીવેના શરીર ભિન્ન ભિન્ન હોય છે. જિહ્વેન્દ્રિયને આકાર સુરપ્ર (અસ્ત્રા) જે છે. ધ્રાણેન્દ્રિયને આભ્યન્તરે આકાર અતિમુક્તક ચંદ્ર જે છે, ચક્ષુરિન્દ્રિયને આકાર મસૂરની દાલ જે અને કણેન્દ્રિયને આકાર કંદબના પુષ્પ જેવો છે. આ આભ્યન્તર નિવૃત્તિ કહેવાય.
આભ્યન્તર નિવૃત્તિ ઈન્દ્રિયમાં રહેલ પિત પિતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ વિશેષ તે ઉપકરણેન્દ્રિય કહેવાય છે. જેને સદ્ભાવમાં જ નિવૃત્તિઈન્દ્રિય કામ આપી શકે છે. અન્યથા બહેરા માણસને કાનપટ્ટી અને આંધળા માણસને આંખને ઓળે તેવા છતાં પણ ઉપકરણેન્દ્રિયની શક્તિ કેઈ કારણે આઘાત પામેલી હોય તે બાહ્ય અને આભ્યન્તર નિવૃત્તિ ઈન્દ્રિયે પોતાના વિષયને ગ્રહણ કરી શકતી નથી.
આ બને દ્રવ્યેન્દ્રિય પૌગલિક છે.
જ્યારે ભાવેન્દ્રિયને સંબંધ આત્મા સાથે છે. તે તે કર્મોના આવરણને ક્ષપશમ થવાથી આત્માને વિષય ગ્રહણ કરવાની જે શક્તિ પ્રાપ્ત થાય છે તે લબ્ધિ ભાવેન્દ્રિય કહેવાય છે. અને આત્મા પિતે ઉપાગવાલે થઈને જે વિષયને ગ્રહણ કરે છે તે ઉપગેન્દ્રિય કહેવાય છે.