________________
શતક-૨ નું ઉદ્દેશક-૪]
[૧૪૩ ઈન્દ્રિયે પાંચ કહી છે. સ્પર્શ, રસ, ઘાણ, શ્રેત્ર અને ચક્ષુ, આ અધિકાર પ્રજ્ઞાપના સૂત્રમાં છે.
ધૂમ પ્રભામાં અત્યન્ત તીવ્રતર નીલલેસ્યા વધારે હોય છે અને કૃષ્ણલેશ્યા હોય છે.
તમપ્રભામાં કૃષ્ણલેશ્યા તીવ્રતર હેાય છે.
તમસ્તમઃ પ્રભામાં અત્યન્ત તીવ્ર કૃષ્ણલેશ્યા હોય છે. પરિણામ પણ અશુભતરજ હેાય છે.
શરીર, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ. રસ અને સ્પર્શ પરિણામે અત્યન્ત અશુભ હોય છે. -
નરક ભૂમિમાં હંમેશાં અંધકાર હોય છે. કલેમ, મૂત્ર, વિષ્ટા, મળ, લેહી, ચરબી, પરૂ આદિ ગંધાતા પુગલેથી તે ભૂમિઓ લીંપાએલી હોય છે. જેમાં કુતરે, શિયાળ, બીલાડા, નેળીયા, સર્પ, ઉંદર, હાથી, ગાય અને મનુષ્ય આદિનાં મડદાઓની દુર્ગધ અસહ્યા હોય છે.
અત્યન્ત અસહ્ય વેદનાઓને ભેગવતાં તે નારક જીવો કરુણ વિલાપ કરે છે. પરમાધામીઓ પાસે દયાની દીનતા પૂર્વક યાચના કરે છે. હાથાજોડી કરે છે. આ પ્રમાણે પોતાના આયુષ્ય પર્યન્ત રુદન, આક્રન્દ અને ચીસો પાડે છે. તેમનાં શરીરો અત્યન્ત અશુભ હોય છે, ભયાનક હોય છે અને બીભત્સ હોય છે.
પહેલી ભૂમિમાં તીવ્ર ઉષ્ણ વેદના હેય છે, બીજીમાં તીવ્રતમ ઉgવેદના જોગવવાની હોય છે. જેથીમાં ઘણાઓને ઉપણું અને થોડાઓને શીતવેદના હોય છે. પાંચમીમાં ઘણા એને શીત અને છેડાઓને ઉષ્ણવેદના હોય છે. છઠ્ઠીમાં શીતવેદના અને સાતમીમાં અત્યન્ત શીતવેદના હેય છે.