________________
શતક–૨ નું ઉદ્દેશક-૧ ]
[ ૧૩૩ ક્ષય થયા પછી ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં થઈ સિદ્ધ થશે. બુદ્ધ થશે, મુક્ત થશે પરિનિર્વાણ પામશે અને સર્વ દુઃખને વિનાશ કરશે. ૨૯
૨૯. ભગવાન મહાવીર તીર્થકરને ઉત્પન્નદર્શન–જ્ઞાનધર જિન, કેવલી–સર્વજ્ઞ–સર્વદશી અને આકાશમાં અદ્ધર રહેલા છત્રયુક્ત ઈત્યાદિ સમવસરણ સુધીના વિશેષણે આપવામાં આવ્યા છે. જેની યથાર્થતા આ પ્રમાણે છે –
ઉત્કૃષ્ટતમ જ્ઞાન અને વૈરાગ્યપૂર્વક ગૃહસ્થાશ્રમને એટલે કે—ધન-ધાન્ય—પુત્ર પરિવારાદિ બાહ્ય પરિગ્રહ અને મિથ્યાત્વ પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, શક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લેભરૂપ આભ્યન્તર પરિગ્રહને સમૂલ ત્યાગ કરીને દીક્ષા લીધા પછી અતિ ઉત્કટ તપશ્ચર્યાપી અગ્નિમાં ભવ–ભવાન્તરના ઉપાર્જિત કમૅરૂપી કાષ્ટને બાળી જેમણે પોતાના આત્માની અનંત શક્તિને ઉદ્દઘાટિત કરી છે. અને કેવળજ્ઞાન તથા કેવલદર્શનના માલિક બન્યા છે, તે દેવાધિદેવ ભગવાન કહેવાય છે. આ વિશેષણથી જેઓ સંસારી આત્મા, મુક્ત આત્મા અને નિત્ય આત્માને માનનારા છે, તેમનું ખંડન થાય છે. કેમકે સમયે સમયે અવતાર ગ્રહણ કરીને બત્રીશ હજાર સ્ત્રીઓને પરણવા છતાં રાજ્યપાટને ભેગવવા માટે રણમેદાન ખેલનારા, પુત્ર-પુત્રીએનાપિતા બનનારા અર્થાત્ સંસારની માયામાં પૂર્ણ મસ્ત બનેલા અને ઠેઠ છેલ્લા શ્વાસ સુધી પણ જેઓ માયા છોડી શકયા નથી; તે જીવાત્માઓ નિત્ય ઈશ્વર હોઈ શકતા નથી.
કર્મ બંધનની વ્યવસ્થા સર્વ જીવોને માટે એક સરખી છે. સંસારી જીવને કર્મનું બંધન થતું હોય તો નિત્ય ઈશ્વર જે સમયે સમયે અવતાર લે છે અને સંસારના ભેગ