________________
શતક–૨ ઉદ્દેશક – ]
[ ૧૩૭ શકિત અને વિકાસ શક્તિ. આ બે શકિતઓના પ્રતાપે જ આત્મા એક ન્હાનામાં ન્હાના કુંથું આના શરીરમાં રહી શકે છે અને મોટામાં મોટા હાથીના શરીરમાં રહે છે. બકે
" અર્થાત તીર્થકર થવાના પહેલા ભવમાં તે મહાપુરુષે અન્ય જીવો પ્રત્યે દુઃખની લાગણીવાળા, કરુણા, પ્રમોદમૈત્રી અને માધ્યસ્થ ભાવથી પરિપૂર્ણ પ્રતિક્ષણે પારકાનું હિત સધાન્ય તેવા પ્રયત્નમાં સજાગ રહેનારા અને હિંસા, જૂઠ, ચૌર્ય, મૈથુન તથા પરિગ્રહના કારણે દુઃખી બનેલા જગતને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને સંતોષ-ધર્મને આપીને તેમનું જે પ્રમાણે હિત સધાય તેવી જ ભાવનાવાલા હોય છે. તેથી જ મહાવીર સ્વામી પોતાની માતાને દુઃખ ન થાય તે માટે કુક્ષિમાં સ્થિર થઈ ગયા હતા. મેટાભાઈનું સ્વમાન ન ઘવાય તે માટે દીક્ષા લેતા પહેલાં તેમની આજ્ઞા શિરોધાર્ય કરી. અને દીક્ષા લીધા પછી પણ તે દરિદ્ર બ્રાહ્મણનું દુ:ખ ન જોઈ શકવાના કારણે પોતાનું અર્ધ વસ્ત્ર તેને આપી દીધું. પંચમ નરક ભૂમીને ચોગ્ય ચંડકૌશિક પણે દુઃખી ન બને અને દેવલોક પામે તે માટે ડંખની વેદના સહન કરી.
રાજા-મહારાજા અને શ્રીમંતોનાં હૈયામાં પ્રવેશેલા વ્યભિચાર, દુરાચાર, મદ્યપાન, માંસભક્ષણ અને ગુલામીની પ્રથા ને નાબુદ કરવાના ઈરાદાથી જ જાણે ! ભાવદયાના સાગર ભગવાને ૧૭૫ દિવસના સાભિગ્રહ ઉપવાસે કર્યા. અરેરે ! મારા નિમિતે આ બિચાશે સંગમદેવ નરક જશે ? આમ કરૂણાભાવથી જ જાણે મહાવીર સ્વામીની આંખો આંસુઓથી આદ્ર બની ગઈ હતી.