________________
૧૩૪ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ સમુદ્યાત
આ પ્રકરણમાં કેવલ સમુદઘાત સંબંધી જ હકીકત છે. અને તે મૂળમાં તો માત્ર સંક્ષેપમાં જ છે. પરંતુ વિવેચનમાં અને નીચે નેટમાં “પ્રક્ષાપના” સૂત્રને ઉતારે આપીને ઠીક સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. સાર આ છે –
વિલાસમાં અને રાજ્ય ખટપટમાં મસ્ત બને છે તેમને પણ કર્મ બંધન થશે જ અને કર્મથી ભારી બને આત્મા ભગવાન શી રીતે કહેવાશે? માટે મનુષ્ય જીવન ધારણ કરીને સમૂલ કર્મોને સંપૂર્ણ નાશ કર્યા પછી જેમને કેવલ જ્ઞાન અને કેવલદર્શન ઉત્પન થયા છે તે દેવાધિદેવ ભગવાન કહેવાય છે.
કેવલજ્ઞાન એટલે ઉદયમાન સૂર્યની હાજરીમાં ગ્રહ, નક્ષત્ર; તારા અને ચંદ્ર જેમ અસ્ત થાય છે. તેમ કેવલજ્ઞાન થતાં બીજા છદ્મસ્થ એટલે આવરણવાળા જ્ઞાન પણ અસ્ત થાય છે.
જ્યારે કેવલ જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે એકી સાથે સંપૂર્ણપણે ઉત્પન્ન થાય છે. તમામ સેને–પદાર્થોને હસ્તામલકવતું જાણે છે. જે સર્વથા અદ્વિતીયજ્ઞાન કહેવાય છે. સૂર્યની જેમ સ્વયં પ્રકાશિત હોવાથી બીજા છાઘસ્થિક જ્ઞાનની તથા ઇન્દ્રિયની મદદ હોતી નથી. આ જ્ઞાનને એક પણ કર્મ પરમાણુ આવરી શકતો નથી. કેમકે તમામને ક્ષય થયા પછી જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે માટે ત્રિકવર્તી ત્રિકાલવતી તમામ સૂકમ અને બદિર પદાર્થોને જાણવામાં કેવલજ્ઞાન સ્વત: સમર્થ હોય છે. રેય અનંત હેવાથી કેવલ જ્ઞાનના પર્યાયે પણ અનંત છે.