________________
[ ૧૨૧
શતક-૨ નું ઉદ્દેશક-૧ ]
ભગવાને ઉત્તરમાં ફરમાવ્યું છે કે-હા, પામે.
આ નિગ્રંથના જીવને કદાચ પ્રાણ, ભૂત, જીવ, સત્વ, વિજ્ઞ, કે કદાચ વેદ કહેવાય.
આમ જુદાં જુદાં નામે લેવામાં હેતુ છે. તે બહાર અને અંદર શ્વાસ–નિઃશ્વાસ લે છે. માટે “પ્રાણ”. તે થવાના સ્વભાવ વાળો છે. થાય છે ને થશે, માટે “ભૂત” જીવે છે ને, જીવપણાને તથા આયુષ્યકર્મને અનુભવે છે. માટે “જીવ, શુભ અશુભ કર્મોવડે સંબંદ્ધ છે, માટે “સત્વ, કટુ કષાય, ખારા અને મીઠા રસને જાણે છે, માટે “વિજ્ઞ અને સુખ-દુખને ભેગવે છે માટે “વેદ” કહેવાય. આમ જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા નામ કહેવાય.
આથી ઉલટું જેણે સંસારને રોકે છે, યાવત્ જેનું કાર્ય સમાપ્ત થયેલ છે. એ મૃતાદી (પ્રાસુકભેજી) મનુષ્ય વગેરે ભાવોને પામતો નથી. અને તે સિદ્ધ, બુદ્ધ મુક્ત, પરિનિર્વત, અને સર્વ દુઃખ પ્રહણ કહેવાય. - આ પછી બહુ વિસ્તારથી શ્રી કુંદક તાપસનું ચરિત્ર આપ્યું છે, તેને સાર આ છે – સ્કંદૂક તાપસ
ભગવાન મહાવીર સ્વામી રાજગૃહ નગરીની પાસે ગુણશીલ ચૈત્યથી નિકળીને કૃતંગલા નામની નગરી, તેની ‘ઉત્તર પૂર્વ દિશાના ભાગમાં છત્રપલાશક નામનું ચિત્ય હતું, - ત્યાં પધાર્યા છે. આ કૃતંગલા નગરીની પાસે શ્રાવસ્તી નામની નગરી હતી. આ નગરીમાં કાત્યાયન ગોત્રનો ગર્દભાલ નામના