________________
૧૧૮] શતક-૨
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ
ઉદેશક-૧
नमोनमः श्री गुरुधर्मसूरये ।
પૃથ્વીકાયાદિના શ્વાસે છૂવાસ
આ ઉદેશકમાં પૃથ્વીકાયાદિ જવાના શ્વાસોચ્છવાસ, એ શ્વાસોશ્વાસમાં લેવાતા દ્રવ્ય, નૈરયિકના શ્વાસે શ્વાસ, વાયુકાયના જીવોના શ્વાસોશ્વાસ, મૃતાદી અર્થાત્ પ્રાસુકભેજી નિગ્રંથ-અણગાર પુનઃ મનુષ્યપણું કેમ પામે એ વગેરે બાબતે આપવા સાથે અંદક નામના પરિવ્રાજકનું આખું જીવનવૃત્તાન્ત આપવામાં આવ્યું છે. સારાંશ આ છે –
બે ઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચૌરિન્દ્રિય, અને પંચેન્દ્રિય જીવને તે શ્વાસોચ્છવાસ લેતા જેવાય છે, પરંતુ પૃથ્વી કાયાદિ એકેન્દ્રિય જ શ્વાસે છૂવાસ લે છે અને મૂકે છે કે કેમ? આ મુખ્ય બાબત છે. ભગવાન મહાવીર કહે છે કેપૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવો પણ બહારના અને અંદરના ઉચ્છવાસને લે છે અને અંદરના તથા બહારના નિઃશ્વાસને મૂકે છે. તે છ દ્રવ્યથી અનંત પ્રદેશવાળા, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશમાં રહેલા, કાળથી કોઈપણ જાતની સ્થિતિવાળાં (એક પળ કે બે પળ રહેનારાં વગેરે) અને ભાવથી વર્ણ—ગંધરસ સ્પર્શવાળાં દ્રવ્યને બહારના ને અંદરના શ્વાસમાં લે છે. અને તેવાંજ દ્રવ્યને બહારના ને અંદરના વિશ્વાસમાં મૂકે છે. આ જ યાવત્ પાંચ દિશાએથી શ્વાસ અને નિઃશ્વાસના અણુઓ મેળવે છે.