________________
૭૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ. સૂમ સ્નેહ કાય
આ પ્રકરણની–ઉદેશાની અંતમાં સૂક્ષ્મ સ્નેહકાય એક જાતનું પાણી, એ સંબંધી પ્રશ્રન છે. આવું પાણી માપ પૂર્વક પડે છે કે કેમ? ભગવાન કહે છે કે–હા પડે છે. ઊંચે પડે છે, નીચે પડે છે ને તિરછે પડે છે. આ સૂક્ષ્મ અપકાય, પૂલ અપૂકાય (પાણી)ની માફક પરસ્પર સમાયુક્ત થઈને રહેતું
તેમાં ૧૬૦૦૦ હજાર યોજનની જાડાઈવાળે ખરભાગ છે. તેના નીચે ૮૪ હજાર જનની જાડાઈવાલે પંક ભાગ છે અને તેની નીચે ૮૦ હજાર યોજનની જાડાઈવાલો જળભાગ છે. એની નીચે ઘનોદધિ વલય છે. પછી ઘનવાત વલય અને તેના નીચે તનવાત વલય છે. અને ત્યારપછી અસંખ્યાત કેટકેટી જન પ્રમાણ આકાશ છે. ત્યારપછી બીજી પૃથ્વી છે. તેના નીચે ઘને દધિ, ઘનવાત તનવાત, આકાશ યાવત સાતે પૃથ્વીઓને આ કેમે શાશ્વત છે. જે અલોક તરીકે કહેવાય છે. જેમાં ભવનપતિના દેવ અને નારક છે. રહે છે.
ખરભાગની ઉપર તિરછાલોક કહેવાય છે. જ્યાં ત્રણ અને સ્થાવર જ રહે છે.
અજીવ (જડપદાથે) જીવાશ્રિત છે. જેમકે આપણું શરીર જે જડ છે, તે જીવના આધારે રહ્યું છે. આ પ્રમાણે જેટલાં શરીર છે તે બધા જીવાધીન છે, અને જે કર્મોના. આધારે છે. કેમકે કર્મ વિનાનો જીવ કેઈ કાળે પણ હતો. જ નહિ. અત્યારે પણ નથી અને જ્યાં સુધી સિદ્ધશિલા. (ઈષત્નાભારા)ને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કર્મ વિનાને. જીવ રહી શકશે નહિ.