________________
શતક-૧ લું ઉદ્દેશક-૯ ]
[ ૧૦૫ ઉપર જે ગુરુ લઘુ આદિ બતાવેલ છે, તે ખરી રીતે તો નિશ્ચય–નયની અપેક્ષાએ સૌથી ભારે ને સૌથી હળવું
૧૬ પરંપવાટ્રિ-જ્યાં ને ત્યાં પારકાના ગુણદોષ બલવા, ઘણા માણસોની સમક્ષ બીજાના દોષોનું ઉદ્દઘાટન કરવું. તેમના માટે બીભત્સ, ગંદા તથા અસભ્ય વચન બોલવા વગેરે આ પાપને લીધે થાય છે.
૧૭ મીચામૃષાવ–આ પાપસ્થાનકમાં માયા અને વચનનું મિશ્રણ હોવાથી અત્યન્ત ખતરનાક તેમજ દુત્યાજ્ય આ પાપ છે. માયા-કપટ-ધૂર્તતા–શઠતા-પરવંચકતા–આદિ માનસિક પાપને વશ થઈને સફાઈપૂર્વક–લુચ્ચાઈપૂર્વક વ્યંગમાં–મશ્કરીમાં બોલવું તથા તેવા પ્રકારને વ્યવહાર કર, તે આ પાપના કારણે જ થાય છે. જ્યારે સાવ સીધી સાદી વાત હોય. કામ સરળતાથી પતી જાય તેવું હોય ત્યાં કૂટનીતિજ્ઞ (Political) બનવું અથવા દાંભિકતાથી ભાષાવ્યવહાર કરવો, આ પણ માયા-મૃષાવાદ જ છે.
૧૮ મિથાવ-ઉપરનાં બધાએ પાપને ભડકાવનાર– વધારનાર આ પાપ છે, જેને લઈને અહિંસામાં હિંસાનું આરોપણ, સત્યમાં અસત્યનું સ્થાપન, અરિહંત દેવમાં અદેવ, બુદ્ધિ, ધર્મમાં અધર્મ–બુદ્ધિ, તેમજ પંચ મહાવ્રતધારી ગુરુમાં મલિન બુદ્ધિ આદિ માનસિક વિકારે આ પાપને લઈને થાય છે જેને લઈને માણસ માત્ર પાપ તરફ પ્રયાણ કરે છે. તે માટે જગત ગુરુ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે–આ અઢાર પાપોથી આત્મા ભારી બને છે. સંસારમાં રખડે છે અને ઘણા ભ સુધી યમદુતને માર ખાય છે.
માટે આત્મ-કલ્યાણના અભિલાષકેએ સૌ પ્રથમ આ પાપમાંથી મુક્તિ મેળવવા જ પ્રયત્ન કા.