________________
૧૦૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ બધા અગુરુલઘુ છે.કાય. ગુરુલઘુ છે. કાળ-ભૂત, ભવિષ્ય અને વર્તમાન–સર્વકાળ અગુરુ લઘુ છે.
અને હાંસી (મશ્કરી)થી ઉદ્ભવેલાં યુદ્ધ વૈર-કંકાસ અને જોર જોરથી બરાડા પાડીને અસમંજસ ભાષા બોલવી. વિરોધને ભડકાવવા માટે શબ્દોમાં આક્રોશતા લાવવી અને જેની તેની સાથે વિવાદ કરે. આ બધા બારમા કલહ નામના પાપને કારણે થાય છે.
૧૩ ખ્યાલ્યાન–પારકાના અસદ્ દેને ઉઘાડા કરવા. બીજાઓને દૂષણ દેવું, સામાવાલાને દોષ નથી છતાં, પણ તેને દોષી જાહેર કરવા માટે હજારે પ્રકારે પ્રયત્ન કરવો, તે અભ્યાખ્યાન પાપના કારણે થાય છે.
૧૪ વૈશુન્ય–અર્થાત્ બીજાની ચાડી ખાવી, પારકાના પ્રત્યક્ષ કે પરોક્ષ દેષો પણ બીજાની આગળ જાહેર કરવા. પીઠ પાછળ બીજાના અવગુણે બોલવા, છેદન-ભેદન અર્થાત તેડવા ફેડવાની પ્રવૃત્તિ કરવી, આત્મિક જીવનમાં લુચ્ચાઈ (શતા) રાખવી તે બધા પશૂન્ય પાપના કારણે છે. જેથી આપણે પ્રીત્યાત્મક સ્વભાવ પણ હાસ પામે છે તથા પારકા સાથે મૈત્રીભાવ ઓછો થતું જાય છે.
૧૫ તિ અરતિ-રાગ-દ્વેષને વશ થઈને એક પદાર્થ પ્રત્યે પ્રેમ રાખવો અને બીજાને તિકાર કરે. જેમાં એક શાક ભાવે, બીજુ ન ભાવે, એક વસ્ત્ર ગમે ત્યારે બીજુ વસ્ત્ર ન ગમે. આ બધું આ પાપની વેશ્યાઓનું પરિણામ છે.