________________
૧૦૮ ]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ એક આયુષ્ય કરે છે. આ ભવનું આયુષ્ય કરે છે. તે સમયે પરભવનું આયુષ્ય નથી કરતા. અને જે સમયે પરભવનું આયુષ્ય કરે છે, તે સમયે આ ભવનું આયુષ્ય નથી કરતે.
આમાં વાત એ છે કે-એકજ જીવ એકજ સમયમાં બે આયુષ્ય ન કરે. બાકી બે જીવ બે આયુષ્ય કરે, અથવા એક
જીવ જુદા જુદા સમયમાં આયુષ્ય કરે. એમાં તે સંદેહ હિોઈ જ ન શકે.
કાલાસ્યવેષિપુત્ર
શ્રીકાલાસ્ય વેષિપુત્ર એ શ્રી પાર્શ્વનાથ ભગવાનના વંશમાં થયેલા અણગાર હતા. તેઓ એક વખત વિચરતા વિચરતા ભગવાન મહાવીરના સ્થવિરે જ્યાં વિચરતા હતા ત્યાં આવ્યા બને મળ્યા, કલાસ્યવેષિપુત્રે આ સ્થવિરેને કહ્યું. “તમે સામાયિક જાણતા નથી, સામાયિકને અર્થ જાણતા નથી. આવી જ રીતે સંયમ, સંવર, વિવેક અને વ્યુત્સર્ગને જાણતા નથી. કે તેના અર્થોને પણ જાણતા નથી.
વિરેએ કહ્યું કે અમે બરાબર જાણીએ છીએ.” કાલાસ્યવેષિપુત્ર–જે તમે સામાયિકાદિ અને તેના અર્થો તેને જાણે છે, તે બતાવે કે- સામાયિકાદિ શું છે? અને તેના અર્થો શા છે ?
જવાબમાં સ્થવિરેએ જણાવ્યું કે અમારો આત્મા એ સામાયિક છે. એજ સામાયિકને અર્થ છે. એજ પચ્ચકખાણ છે. તે પચ્ચકખાણને અર્થ છે, યાવત્ એજ સંયમ, એજ સંવર, એજ વિવેક અને એજ વ્યુત્સર્ગ અને તેના અર્થો છે.