________________
૮૨]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ પછી પુરુષ ઘણા ભાગે નિબીજ થઈ જાય છે. સે વર્ષના આયુષ્યવાળા માટે આ મર્યાદા સમજવી જોઈએ. તેથી વધારે આયુષ્ય–ઠેઠ પૂર્વકેટી સુધી જીવનારા મનુષ્ય માટે આ નિયમ નથી. તેવી રીતે સ્ત્રીઓની નિ જ્યારે તેનું આયુષ્ય અધુ બાકી રહે છે, ત્યારે ગર્લોત્પત્તિને અગ્ય થાય છે અને પુરુષે આયુષ્યને ૨૦ મે ભાગ બાકી રહે, ત્યારે નિબ જ બને છે.
તુકાળે પ્રાપ્ત થયેલી સ્ત્રીની યોનિમાં બાર મુહુર્ત જેટલા સમયે બેથી નવલાખ જીવ ઉત્પન્ન થાય છે. તથા વધારેમાં વધારે એક જીવને બસથી નવસે સુધીના જનક (પિતા) હોઈ શકે છે.
જવ વધારેમાં વધારે ગર્ભવાસમાં બાર વર્ષ સુધી રહે છે. સ્ત્રીની જમણુ કુખે પુત્ર ઉત્પન્ન થાય છે. ડાબી કુખે પુત્રી ઉત્પન્ન થાય છે. ડાબુ અને જમણું–એ બનેની વચ્ચે નપુંસક પેદા થાય છે. તિયામાં વધારેમાં વધારે જીવ ગર્ભાવાસમાં આઠ વર્ષ સુધી રહે છે.
જ્યારે માતા-પિતાને સંગ થાય છે, ત્યારે પહેલી વખતે જીવ માતાનું લેહી અને પિતાનું વીય– તે બેથી મિશ્રિત થએલ ધૃણા ઉપજે તે મલીન પદાર્થ ખાય છે. તેને ખાઈને ગર્ભપણે ઉત્પન્ન થાય છે. ત્યારબાદ સાત દિવસે તે ગર્ભ કલરૂપે થાય છે. બીજા સાત દિવસે તે ગર્ભ પરપોટા જેવું થાય છે. પછી તે પરપોટાની પેશી બને છે. પછી તે કઠણ પેશી જે થાય છે. પહેલે મહીને ગર્ભનું વજન એક કષ ઉણું એક પલ થાય છે. (સળ માસનો એક કર્યું અને ચાર કર્મને એક પલ થાય છે.) બીજે માસે કઠણ પેશી જે થાય છે. ત્રીજે માસે માતાને દેહદ (દેહલા)