________________
૮૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ આ શરીરમાં અનુક્રમે અઢાર પીઠ કરંડિકાની સંધિઓ, છે બાર પાંસળીને કરંડ છે. છ છ પાંસળીને એક એક કડાહ છે. એક તરફ છ પાંસળીયો ને બીજી તરફ છે. એક વંતની કુખ છે. ચાર આંગળીની ગ્રીવા–ડેક છે. વજનમાં ચાર પલની જીભ છે. બે પલની આંખે છે. ચાર પલના કપાળવાળું માથું છે. બત્રીસ દાંત છે. સાત આંગળીની જીભ છે, સાડાત્રણ પલનું હૃદય છે. પશ્ચીસ પલનું કાળજુ છે.
આ શરીરમાં બે અંત્ર (આંતરડા) અને પાંચ વાગે છે. તે આ પ્રમાણે એક ભૂલ અંત્ર અને બીજે સૂક્ષ્મ અંત્ર. સ્થૂલ અંત્ર વડે નિહારને પરિણામ થાય છે અને સૂક્ષ્મ અંત્ર વડે મૂત્રને પરિણામ છે.
બે પાસાં છે. ડાબુ અને જમણું, ડાબુ સુખના પરિ. ણામવાળું છે અને જમણું દુઃખના પરિણામવાળું છે.
આ શરીરમાં ૧૦૮ સાંધા છે. ૧૭૭ મર્મસ્થાને છે. ૩૦૦ હાડમાળાઓ છે, ૯૦૦ નાડિઓ છે, સાતસે નસે છે. પાંચસો પેશીઓ છે. નવ ધમણીએ–મેટી નાડીઓ છે.
ડુંટીથી નિકળેલી એકસેઆઠ નસો છે. જે ઉપર ઠેઠ માથા સુધી પહોંચેલી છે. તે રસહરણ કહેવાય છે. જ્યાં સુધી તે નસે બરાબર છે, ત્યાં સુધી આંખ, કાન, નાક અને જીભનું સામર્થ્ય બરાબર હોય છે.
નાભિથી નિકળેલી બીજી એકસેસાઠ નસે છે, તે નીચે પગના તળીયા સુધી પહોંચેલી છે. જ્યાં સુધી તે નસે બરાબર હોય છે, ત્યાંસુધી જાંઘનું સામર્થ્ય ઠીક હોય છે.