________________
૯૦ ].
| [ ભગવતીસૂત્ર સારસંગ્રહ બાલ પંડિત મનુષ્ય દેવનું આયુષ્ય બાંધી દેવગતિમાં જ જાય. કારણ કે–બાળ પંડિત મનુષ્ય–કઈ ઉત્તમ શ્રમણ પાસેથી આર્ય વચન સાંભળી, અવધારી કેટલીક પ્રવૃત્તિથી અટકે છે ને કેટલીકથી નથી અટકતે. કેટલાકનાં પચ્ચકખાણ કરે છે ને કેટલાંકનાં નથી કરતા. એમ કેટલીક પ્રવૃત્તિથી
રહ્યો છત ગતભવના ટૌર–વિરોધ યાદ આવતાં જ પિતાની વીર્યલબ્ધિ અને વૈકિય લબ્ધિ વડે માનસિક યુદ્ધની તૈયારી કરે છે. અને તેમાં મસ્ત બનીને કદાચ તે જ સમયે અર્થાત્ ગર્ભમાં રહ્યો છતાં મરણ પામે તો નરક અને તિર્યંચ અવ. તારને જ પામશે.
જ્યારે ગતભવમાં કરેલી અરિહંતના ધર્મની આરાધના. દયા–દાન–પ્રેમ આદિ ભાવેને લઈને ગર્ભગત જીવ તે તે પૂર્વભવના સુકૃતને યાદ કરતે, અને તે સત્કર્મોની આરાધનામાં મનને પરોવતો જે તે ક્ષણે જ આયુષ્યકર્મ સમાપ્ત કરે તે દેવગતિને મેળવવા માટે જ સમર્થ બનશે. સારાંશ કે ગર્ભમાં રહેલે જીવ નરક અને દેવગતિને પણ મેળવી શકે છે. આ બન્ને વાતમાં માતપિતાના ગૃહસ્થાશ્રમનાં કુસંસ્કારો અને સુસંસ્કરે પણ અવશ્યમેવ કામ કરતા હોય છે. માટેજ ઘરનાં વાતાવરણને સુસંસ્કારી રાખવા માટે પ્રયાસ સૌથી પ્રથમ કરો. અને ઘરમાં સુસંસ્કારો ત્યારેજ આવશે જ્યારે માતા-પિતા અને વડીલો પોતાના જીવનમાં બ્રહ્મચર્ય ઘર્મ, સદાચારઘર્મ, સત્યઘમ અને પ્રમાણિકતા લાવશે. આનાથી અતિરિકત બીજો કોઈ હિતાવહ માર્ગ નથી.