________________
શતક–૧ લું ઉદ્દેશક-૭]
[ ૮૩ ઉત્પન્ન કરે છે. ચોથે મારા માતાનાં અંગેને પુષ્ટ કરે છે. પાંચમે માસે તે પેશીમાંથી પાંચ અંકુર ફૂટે છે. બે પગના બે બે હાથના બે અને માથાને એક, છઠઠે મહિને પિત્ત અને શેણિત ઉપજે છે. સાતમે મહિને સાતસે નસે, પાંચસો માંસ પેશીઓ, મેટી નવ ધમણુઓ, નાડીઓ અને દાઢી તથા માંસ સિવાય નવાણું લાખ રમકૃપોને ઉપજાવે છે. આઠમે માસે તે પૂરેપૂરાં અંગવાળો બને છે.
આ ગર્ભને ફળના ડીટિયા જેવી, કમળના નાળ જેવી ઘાટવાળી નાભિ ઉપર રસ હરણ નામની નાડી હોય છે અને તે નાડીને માતાની નાભિ સાથે સંબંધ હોય છે. તેથી તે વાટે ગર્ભને જીવ એજેને ગ્રહણ કરે છે અને તેનાથી જ
જ્યાં સુધી જન્મે ત્યાં સુધી વૃદ્ધિ પામે છે. નવ માસ વીત્યા પછી કે નવ માસ પૂરા થયા પહેલાં તે ગર્ભવતી સ્ત્રી ચાર જાતમાના એક જાતના જીવને પ્રસરે છે. પુત્રરૂપે પુત્રીને પ્રસવે છે, પુત્રરૂપે પુત્રને પ્રસવે છે, નપુંસકરૂપે નપુંસકને પ્રવે છે અને બિંબ રૂપે બિંબને પ્રસવે છે.
વીર્ય ઓછું હોય ને એજ વધારે હોય ત્યારે પુત્રી ઉત્પન્ન થાય છે, વીર્ય વધારે ને એજ ઓછું હોય, તે પુત્ર ઉત્પન્ન થાય છે. એજ અને વીય બંને સરખા હોય ત્યારે નપુંસક થાય છે અને જ્યારે સ્ત્રીના ઓજને (ઋતુવતી સ્ત્રીને) સંગ થાય, ત્યારે માત્ર કોઈપણ જાતના આકાર વિનાને માંસપિંડ (બિંબ)ઉત્પન્ન થાય છે.
કઈ મહાપાપી જવ વધારેમાં વધારે બાર વર્ષ સુધી ગર્ભવાસમાં રહે છે.