________________
શતક-૧લું ઉદ્દેશક-૭]
ગર્ભ સંબંધી આ પ્રમાણેનું વર્ણન ભગવતી સૂત્રમાં આ - ઉદ્દશામાં છે. (આ સંબંધી થોડુંક વર્ણન બીજા શતકના : પાંચમા ઉદેશામાં પણ આવે છે.)
આવી જ રીતે તંદુલ આલિય પનામાં પણ આ સંબંધી વિસ્તારથી વર્ણન આવે છે. ભગવતીનાં સંપાદક અને અનુવાદકે તે પણ આપ્યું છે. અહિં પણ તે વર્ણન ઉપયોગી હોવાથી આપવામાં આવે છે.
જીવ ગર્ભની અંદર ર૭૭ દિવસ અર્થાત્ નવ માસ સાડા સાત દિવસ સુધી રહે છે. આટલી સ્થિતિ તે હેવી જ જોઈએ. આથી ઓછા વધારે દિવસ રહે તે સમજવું જોઈએ કે જીવને કંઈ ઉપઘાત થયે છે.
સ્ત્રીની નાભિની નીચે કુલના નાળના જેવા ઘાટવાળી બે નાડીઓ હોય છે. તેની નીચે નીચા મુખવાળી અને કુલના ડેડા જેવી યોની હેાય છે. તેની નીચે આંબાના માંજર જેવા ઘાટવાળી માંસની માંજર હોય છે. તે માંજર ઋતુ સમયે કુટે છે અને તેમાંથી લોહીનાં બિંદુ કરે છે. હવે તે ઝરતા લેહીના બિંદુઓમાંથી જેટલા બિંદુઓ પુરુષના વયથી મિશ્રિત થઈ, તે ડેડાના જેવા આકારવાળી ચેનિમાં જાય છે, તેટલા બિંદુઓ જીવની ઉત્પત્તિને કહ્યા છે. બાર મુહૂર્ત પછી તે યોનિ-એટલે કે એનિમાં આવેલા પૂર્વોક્ત પ્રકારના લેહીના બિંદુઓમાં રહેલી જીવની ઉત્પત્તિની ગ્યતા નાશ પામે છે અને તેની અંદર વધારેમાં વધારે બેથી નવલાખ જીવે. ઉપજે છે.
પંચાવન વર્ષ પછી સ્ત્રીની યોનિ પ્લાન થાય છે, અર્થાત્ તે ગભેંપત્તિને માટે યોગ્ય નથી રહેતી. તથા પંચોતેર વર્ષ