________________
“૭૬ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ રચિકેની ઉત્પતિ
આ ઉદેશકમાં પ્રારંભમાં નારકીના જીવની ઉત્પત્તિ, આહાર તેનું ઉદ્વર્તન અને પછી વિગ્રહગતિ અને દેવચ્યવન સંબંધી થોડાક પ્રશ્નોત્તરે આપી ગર્ભ વિચાર કરવામાં આવ્યું છે. ગભવિચાર અત્યન્ત વિચારણીય અને વિજ્ઞાનની સાથે તેનું મળતાપણું કેટલું છે, એ તે વિષયના વિદ્ધાને એ વિચારવા જેવું છે. આખા ઉદ્દેશકને સાર આ છે –
નારકીમાં ઉપજતે જીવ સભાગવડે સર્વભાગને આશ્રયીને ઉત્પન્ન થાય છે. સર્વભાગવડે એક ભાગને આશ્રીને આહાર કરે છે. અથવા સર્વભાગ વડે સર્વ ભાગને આશ્રીને આહાર કરે છે. આવી રીતે એ જીવન ઉદવર્તમાન વિષે પણ જાણવાનું છે.
તે પછી જીવની ગતિના સંબંધમાં કહેવામાં આવ્યું છે. 'કે–જીવ કે જો કદાચિત્ વિગ્રહ ગતિને પ્રાપ્ત છે, તો કદાચ અવિગ્રહ ગતિને પ્રાપ્ત છે. આમાં નરયિકના સંબંધમાં કહ્યું છે કે–તે બધા અવિગ્રહગતિને પ્રાપ્ત છે, અથવા ધણા અવિગ્રહગતિને પ્રાપ્ત ને એકાદ વિગ્રહગતિને પાપ્ત અથવા ઘણા અવિગ્રહગતિને પ્રાપ્ત અને ઘણા વિગ્રહગતિને પ્રાપ્ત–એ પ્રમાણે ત્રણ ભાગ જીવ અને એકેન્દ્રિયને છેડીને બધે કહેવા. ૨૨
૨૨. સ્થૂલ બુદ્ધિના માલિકે આ પ્રમાણે કહે છે કેસંસારનું સ્વરૂપ સ્વપ્ન જેવું છે અને જીવ પાણીમાં ઉત્પન થતાં પરપોટા જેવું છે. તેઓને દયાના સાગર મહાવીર સ્વામી ઉપદેશ આપતાં કહે છે કે જાગ્યા પછી સ્વપ્નના દ ભલે ભગવટામાં ન આવે તો એ સંસાર તે પ્રત્યક્ષ -ગ્ય છે. જેને પ્રત્યેક પદાથે આપણું ભેગને માટે છે,