________________
શતક–૧૯ ઉદેશક–૩ ]
[ ૩૯ કાંક્ષા મેહનીયના હેતુઓ
આ પછીના પ્રશ્નોત્તરમાં કાંક્ષામહનીય કર્મ બાંધવાના હેતુઓનું વર્ણન છે. તેને સાર એ છે કે-કાંક્ષાહનીય કર્મ પ્રમાદ-મન-વચન-કાયાના વ્યાપારથી–ગથી ઉત્પન્ન થાય છે. તે ગ વીર્યથી ઉત્પન્ન થાય છે. વીર્ય શરીરથી પેદા થાય છે. અને શરીર જીવથી ઉત્પન્ન થાય છે. અને જ્યારે ક્ષેત્રની વિદ્યમાનતા નથી. કાળથી માગસર મહિનાની બનાવટ છે, બીજા માસની બનાવટ નથી. અને ભાવથી લાલ રંગને છે, કારણ કે બીજા રંગનો અભાવ પ્રત્યક્ષ જેવાય છે. આ પ્રમાણે પ્રત્યેક પદાર્થ (દ્રવ્ય)માં સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને લઈને વિદ્યમાનતા છે જ અને પરદ્રવ્યાદિની અવિદ્યમાનતા છે, એ પણ સત્ય હકીકત છે. સારાંશ કે એક જ દ્રવ્યમાં અમુક પર્યાને લઈને અસ્તિત્વ છે જ્યારે અમુક પર્યાને લઈને નાસ્તિત્વ પણ સ્વતઃ સિદ્ધ છે.
આ જ પ્રમાણે આંગળી એ દ્રવ્ય છે. પણ જ્ઞાતાને અમુક કારણવશાત્ સીધી આંગળીથી મતલબ છે, માટે આંગળીરૂપી દ્રવ્યમાં સીધાપણું અને વાંકાપણું પર્યાની વિદ્યમાનતા હોવાથી કહેવાય છે કે “આ આંગલી સીધી છે, અથવા “આ આંગળી વાંકી છે.”
જે સમયે આંગલી સીધી હોય છે ત્યારે “સરળતા” પર્યાયનું અસ્તિત્વ અને “વકતા” પર્યાયનું નાસ્તિત્વ પણ આપણને સાફ દેખાઈ આવે છે. એ જ પ્રમાણે જ્યારે આંગળી વાંકી હોય . ત્યારે વક્રતા પર્યાયનું અસ્તિત્વ અને
સરળતા” પર્યાયનું નાસ્તિત્વ પણ હેતુ સિદ્ધ જ છે. છતાં પણ આ બને પર્યામાં આંગળી દ્રવ્ય તે એક જ છે.