________________
૩૮ ]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ સર્વકાળે સત્ છે–વિદ્યમાન છે. અસ્તિત્વરૂપે છે, જ્યારે મનુષ્ય અધરૂપે સર્વકાળે અસત્ છે. ન વળી જે વસ્તુ અસત્ રૂપે હોય છે, તે કેઈ કાળે સત્ રૂપ થતી નથી. જેમકે શશશંગ. આવી જ રીતે જે સત્ રૂપ છે તે અસત્ રૂપ ન થાય. જેમકે અપટ એ અપટપણામાં જ રહે, પટમાં નહિ. ”
F ૧૦. આને સારાંશ આ છે કે--અમુક અપેક્ષાને લઈને દ્રવ્યમાં અસ્તિત્વ (વિદ્યમાનતા) અને નાસ્તિત્વ (અવિદ્યમાનતા)ના પર્યાની વિચારણા અનુભવ સિદ્ધ છે. અથવા તે દ્રવ્ય માત્રને સ્વભાવ જ આવે છે. જેથી તે પદાર્થોમાં અમુક પર્યાનું અસ્તિત્વ અને અમુક પર્યાનું નાસ્તિત્વ અપેક્ષાએ સ્વતઃ સિદ્ધ છે. જ્ઞાતા પિતે પણ એક દ્રવ્યનાં અનંત પર્યાયે એક સમયે જાણવા માંગતા નથી. તેથી કઈ પણ પદાર્થના યથાર્થ જ્ઞાનમાં અપેક્ષાદષ્ટિ-સાપેક્ષવાદ જ સહાયક બને છે.
ઘડે ખરીદનાર માણસ દુકાનદાર પાસે જઈને આ પ્રમાણે કહે છે–મારે અમદાવાદની માટીને લાલ રંગને માગસર મહિનામાં ઘડાયેલો ઘડો ખરીદે છે. ત્યારે ખરીદનારના મસ્તિષ્કમાં અસંખ્યાતા ગામના કાળા, પીળા તથા ધળા રંગના, પિોષ મહિનાથી લઈને કાર્તિક મહિના સુધીમાં ઘડાજેલા ઘડાઓ જે જુદા જુદા દ્રવ્યના બનેલા હોય છે, છતાં પણ ખરીદનાર જ્ઞાતા પોતે જાણવા માગતો નથી અને પિતાની ઈચ્છિત વસ્તુની જ માગણી કરે છે ત્યારે આપણે માનવું પડે છે કે એક ઘડામાં દ્રવ્યને લઈને માટી દ્રવ્યની વિદ્યમાનતા છે અને સુવર્ણ, ચાંદી આદિ દ્રવ્યની અવિદ્યમાનતા છે. ક્ષેત્રથી અમદાવાદી ઘડે છે, પાટણ-ખંભાત આદિ