________________
શતક-૧ લું ઉદ્દેશક-૪]
[૪૫ વીયતાથી ઉપસ્થાન કરે. ઉપસ્થાન એટલે પરલોક પ્રતિ ગમન, અહિ વીર્યતાના ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. વગેરે પ્રશ્ન છે. તેના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ આત્મિક અધ્યવસાને લઈને બંધાતા કર્મો આઠ પ્રકારના હોય છે. તેના સ્વભાવે આ પ્રમાણે – (૧) જ્ઞાનાવરણીય કર્મ–પદાર્થમાત્રમાં વિશેષ અને સામાન્ય
ધર્મ સમવાયને લઈને ભાડુતી રૂપે નહિ પણ સ્થાયીરૂપે રહેવાવાલા સ્વતઃ સિદ્ધ ધર્મો છે. જેમકે આ ઘડે. સેનાને છે, આ માટીને છે, આ અમદાવાદને છે, આ લાલ રંગને ઘડે છે, આ વ્યક્તિ વિદ્વાન છે, આ. અતિશય જ્ઞાની છે. આ પ્રમાણે પ્રત્યેક પદાર્થનું જાતિ, ગુણ, નામ વગેરેને લઈને જે જ્ઞાન થાય છે, તે વિશેષ જ્ઞાન કહેવાય છે, પંડિતેના–મહાપંડિતોના મત–. મતાન્તરરૂપ વિષચકને જવા દઈએ, તો એ અનંત વિચિત્રતાથી ભરેલો આ સંસાર સૌને માટે પ્રત્યક્ષ છે. જેમાં કેટલાક જીવે ઘણા જ અલ્પ જ્ઞાનવાળા, કેટલાક અસ્પષ્ટ જ્ઞાનવાળા, કેટલાક મિથ્યાજ્ઞાનવાળા, બુદ્ધિ-. ભ્રમવાળા, પૂર્વગ્રાહિત જ્ઞાનવાળા અને કેટલાક યથાર્થ જ્ઞાનવાળા હોય છે. જેમને આપણે સૌ પ્રત્યક્ષરૂપે અનુભવીએ છીએ. - આકાશમાં રહેલા ઓછા–વધતા વાદળને લઈને. સૂર્યને પ્રકાશ જેમ મન્દ મન્દતર અને મન્દતમ બને. છે, તેમ આત્માનાં સહજ સિદ્ધ જ્ઞાનગુણને ઢાંકનાર જ્ઞાનાવરણીય કર્મ છે. આંખ ઉપર પાટો બાંધેલે માણસ જેમ કંઈપણ જોઈ શકતો નથી, તેમ આ કમને લઈને, જ આત્માને વિશેષ જ્ઞાન થવામાં અવરોધ ઊભું થાય છે..