________________
શતક-૧લું ઉદ્દેશક-૪]
[૫૫ ઉપર જે બાલવીર્યતાદિ ભેદ બતાવવામાં આવ્યા છે.
આ પ્રમાણે સામાન્ય અને વિશેષ અયવસાયોથી બાંધેલા કર્મોના વિપાક (ફળ)ની પ્રાપ્તિ સમયે ઉદયમાં આવેલા, પારકાથી ઉદયમાં લાવેલા, અને સ્વ૫ર નિમિત્તને લઈને ઉદયમાં આવે છે.
કેટલાક કર્મો અમુક ગતિને આશ્રીને વિશેષ પ્રકારે ઉદયમાં આવે છે. જેમકે નરકગતિને આશ્રીને અસાતા વેદનીય કર્મ ઉદયમાં આવે છે કેમકે તે જીવોને અસાતકર્મ (અસાતાવેદનીય) જેટલે તીવ્ર હોય છે, તેટલે તિર્યંને હેતે નથી. ઉત્કૃષ્ટ સ્થિતિથી બાંધેલા કમૅમાં રસ પણ તીવ્ર હોય છે. જેમ અમુક ભવને આશ્રીને મિથ્યાત્વની તીવ્રતા હોય છે.
મનુષ્ય અને તિર્યંચ અવતારમાં નિદ્રા નામનું દર્શનવરણીયકર્મ વિશેષ પ્રકારે ઉદયમાં હોય છે. યદ્યપિ દેને તથા નારકેને પણ દર્શનાવરણયકર્મ સત્તામાં તો હોય જ છે. પણ સુખમાં મસ્ત બનેલા દેને તથા દુઃખમાં નિમગ્ન બનેલા નારકેને નિદ્રાને ઉદય મનુષ્ય તથા તિયાની અપેક્ષાએ થડે હોય છે.
- હવે પરને લઈને કર્મો આ પ્રમાણે ઉદયમાં આવે છે. જેમકે – કેઈ માણસ આપણું ઉપર પત્થર કે લાકડું ફેકે અથવા તલવાર કે લાકડી લઈને આપણા ઉપર હમલે કરે ત્યારે આપણને અસાતા અને ક્રોધને ઉદય થઈ આવે છે.
હવે કેટલાક કર્મો પુદ્ગલેના પરિણામથી ઉદયમાં આવે છે. જેમ ભેજન કરવાના સમયે ખાધેલું અન્ન નહીં પચવાના કારણે અજીર્ણ થઈ જવાથી તાવ, ઉધરસ, વમન તથા ઝાડા આદિ થવારૂપ અસાતા વેદનીય કર્મ ઉદયમાં આવે છે,