________________
શતક-૧ લુ ઉદ્દેશક–૪ ]
[ પ
છસ્થ
હવે છદ્મસ્થાદિના સંબંધમાં વાત એમ છે કે છદ્મસ્થ મનુષ્ય કેવળ સંયમથી, કેવળ સ ંવરથી, કેવળ પ્રાચય થી અને કેવળ પ્રવચન માતાથી સિદ્ધયુદ્ધ યાવત્ સવ દુઃખાના નાશ કરનાર થયા નથી, થતા નથી. કારણ કે સિદ્ધ, બુધ્ધ, મુક્ત તેા તે જ થઇ શકે છે કે—જે અંતકર છે, અ ંતિમ શરીરવાળા છે, તેઓ ઉત્પન્ન જ્ઞાન—દનધર, અરિહંત. જિન કેવલી થયા પછી જ સિધ્ધ થાય છે. અને તેજ પૂણ કહેવાય છે.
પ્રજવલિત દીપક પદાર્થીના સહવાસથી તમામ પુદગલા (અંધકારના પુદગલા) પણ પ્રકાશિત થઈને સૌને પ્રકાશ આપે છે. અને પાછા પ્રકાશિત થયેલા પુદ્ગલેાનુ અમુક પ્રયત્નથી દીપક એલવાઈ જતાં અંધકાર રૂપે પરિણમન થઈ જાય છે. જે તામસ પુદ્ગલેા છે તે તૈજસ પણ મને છે અને જે વૈજસ પુદ્દગલા અત્યારે દેખાય છે, તે તામસ રૂપે પણ પરિણમે છે.
એક જ જાતના પરમાણુએ જ્યારે રૂપાંતરને પામે છે,. ત્યારે જાણે નવા ઉદ્દભવેલા ન હેાય તેમ આપણને ભાસે છે અને તિરાભાવને પામતાં જાણે નાશ થઈ ગયા છે એમ. આપણને લાગે છે.
જૈન દર્શન દીપકના પ્રકાશની જેમ અધકારને પણ પુદ્ગલ-દ્રવ્ય રૂપે માને છે. ગર્દભ શ્રૃંગની જેમ તે અંધકાર પ્રકાશના અભાવ રૂપે નથી. પણ અંધકારમાં શ્યામ-શીતત્ત્વાઢિ ગુણા હેાવાથી-દ્રવ્ય રૂપે છે. માટે સ’સાર, દ્રબ્યા, પુદ્ગલા, પરમાણુઓ શાશ્વત જ છે. કોઈ કાળે પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા જીવેા સર્વથા નાશ પામવાના
નથી.