________________
શતક-૧ લું ઉદ્દેશક-૫] જેઓ જ્ઞાની છે, એમને ત્રણ જ્ઞાન નિયમપૂર્વક હોય છે, અને જેઓ અજ્ઞાની છે, તેને ત્રણ અજ્ઞાન ભજનાપૂર્વક હોય છે. નરયિક જીવ મનોયેગી, વચનગી અને કાર્યાગી એમ ત્રણ પ્રકારના છે. વળી તે જ સાકારપયુકત અને અનાકાપયુકત પણ છે.
અસુરકુમારાદિના સંહનન, સંસ્થાન અને લેફ્સામાં નારકે કરતાં ભેદ હોય છે. તેઓનાં શરીર સંઘયણ વિનાનાં હોય છે. પરંતુ તેમનાં શરીર સંધાતપણે તે જ પુદ્ગલે પરિણમે છે, જે ઈષ્ટ અને સુંદર હોય છે.
તેમનું જે ભવધારણીય કાયમનું શરીર છે, તે સમરસ સંસ્થાને સ્થિત છે. અને જે શરીર ઉત્તર વૈકિય રૂપ છે, તે કોઈ એક સંસ્થાને રહેલું હોય છે. તેમને લેશ્યાએ ચાર હોય છે. કૃષ્ણ, નીલ, કપાત અને તેને લેસ્થા.
પૃથ્વી કાયિકાને ત્રણ શરીર કહ્યાં છે-ઔદારિક, તેજસ અને કામણ.
પૃથ્વીકાયિકનાં શરીરસંઘાતરૂપે સારા અને ખરાબ બને પ્રકારનાં પુદ્ગલે પરિણમે છે. વળી તેઓ હંડક સંસ્થાનવાળા છે, એ વિશેષતા છે, તેમને લેશ્યાઓ પણ ચાર છે. તેઓ નક્કી મિથ્યાદષ્ટિ છે. તેઓ જ્ઞાની નથી પણ અજ્ઞાની છે. બે અજ્ઞાન જ હોય છે તેઓ કેવળ કાયાગી છે. આવી જ રીતે અપૂકાયિક જીવોનું પણ જાણવાનું છે.
વાયુકાયિકનાં ચાર શરીર કહ્યા છે–દારિક વૈકિય, તૈજસ અને કાર્મણ.
વનસ્પતિકાયિકે પૃથ્વીકાયિકની માફક જાણવા. વિકલે– ન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય)ની સ્થિતિ પૃથ્વી