________________
૫૦ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ કે-કરેલા પાપકર્મને વેદ્યા વિના-અનુભવ્યા વિના નારક, પછી ગતિ આદિ નામકર્મ પણ આયુષ્ય કર્મને આધીન હોવાથી નામ કમને છઠું સ્થાને મૂકવામાં આવ્યું છે. નામ કર્મના ઉદયમાં જ ઊંચ-નીચ ગોત્રથી બેલાતો જીવ ગોત્ર કમને વેદત હોવાથી સાતમે સ્થાને આનું સ્થાન યુક્તિ યુક્ત છે. અને ત્યાર પછી અંતરાય કમને મૂકવાને આશય એ છે કે–ઉચ્ચકલમાં જન્મેલા જીવને દાનાદિ લબ્ધિઓ સુલભ હોય છે, જ્યારે નીચ ખાનદાનમાં તે લબ્ધિઓને પ્રાયઃ કરીને અભાવ હોય છે. તે કારણે આ કર્મને છેલ્લે મૂકયું છે.
આ જીવ આઠ પ્રકારે કર્મબંધન કેવી રીતે કરે છે ? આના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે-જ્યારે જ્ઞાનવરણીય કર્મને ઉદયકાળ વર્તતે હોય છે, ત્યારે દર્શનાવરણીય કર્મને અનુભાવ પણ નિયમ હોય છે અને આના વિપાકે દર્શન મેહનીય કર્મ પણ હોય છે. ત્યારે આ જીવાત્મા આઠ પ્રકારે કર્મ બાંધે છે.
અતને તત્ત્વ તરીકે માનવું અને તેને અતત્ત્વ તરીકે માનવું મિથ્યાત્વ જ છે. માટે શાસ્ત્રીય વચન છે કે મેહનીય કર્મના ઉદયકાળમાં તથા ઉદીરણા કાળમાં ઉત્તર કર્મો એટલે કે નવા કર્મો બંધાતા જ હોય છે. જેમ બીજ તત્વ નાશ પામેલું ન હોય તે અંકુરાદિની ઉત્પત્તિ દેખાય છે. તેવી રીતે મિથ્યાત્વની હાજરીમાં જીવાત્માને અવિરતિ કષાય, પ્રમાદ અને ગવકતા હોવાથી કર્મોનાં અંકુર પ્રતિ સમયે ઉત્પન્ન થતાં જ રહે છે. “જીના જેવા અધ્યવસાયે હોય છે તેવા જ પુદ્ગલે કર્મરૂપે પરિણમે છે, અને પુદ્ગલેને જેવો ઉદય હોય છે, જીવાત્માઓની પરિસ્થતિ પણ તેવી જ હોય છે.”