________________
શતક–૧ ૯ ઉદેશક–૩ ]
[ ૩૭ અસ્તિત્વ-નાસ્તિત્વ
તે પછી અસ્તિત્વ-નાસ્તિત્વ સંબંધી પ્રશ્નોત્તરે છે. અસ્તિવ, અસ્તિત્વમાં પરિણમે છે અને નાસ્તિત્વ, નાસ્તિત્વમાં પરિણમે છે? એ પ્રશ્નનો ઉઠાવ છે. ભગવાન ‘હા’માં ઉત્તર આપે છે. પછી તેમ શાથી થાય છે? જીવની ક્રિયાથી કે સ્વભાવથી? ભગવાન બંને રીતે પરિણમવાનું જણાવે છે.
આ પ્રસંગે આપણે “અસ્તિત્વ” “નાસ્તિત્વ” એ શું છે? એને સંક્ષેપમાં વિચાર કરી લઈએ.
કહેવામાં આવ્યું છે કે “જે પદાર્થ જે રૂપે હોય. તે પદાર્થનું તેજ રૂપે રહેવાપણું એનું નામ છે અસ્તિત્વ. અને અન્યરૂપે તે “નાસ્તિત્વ છે. દાખલા તરીકે–મનુષ્ય મનુષ્યરૂપે ' આવા પ્રકારને કાંક્ષા મહનીય કર્મને ઉદયકાળ–વેદનકાળ થતા જીવ માત્રને જિનેશ્વર ભગવંતોના વચને પ્રત્યે દેશથી અથવા સર્વથી શંકાઓ થાય છે. બીજા બીજા દર્શનેનું ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. ધાર્મિક અનુષ્ઠાનના ફળમાં પણ સંશય રહે છે. આ જૈન શાસન છે? અથવા આ ? “આ પ્રમાણે જેન શાસનની માન્યતા પ્રત્યે મતિ-બુદ્ધિમાં દુવિધા પ્રાપ્ત થાય છે, તેમ થતાં મતિ ભ્રમ નામનો દેષ પણ થાય છે.
ઉપરના પાંચે કારણે કાંક્ષાહનીય કર્મના કારણે છે. માટે ગુરૂઓના સમાગમમાં આવીને શંકા આદિ દૂષણે ટાળવા જોઈએ તથા આપણી આત્મિક અને માનસિક વિચારણામાં “જે જિનેશ્વર દેએ કહ્યું છે તે જ સત્ય છે.” આવી શ્રદ્ધાને સ્થિર કરવી જોઈએ. જેથી આત્મદર્શન ને લાભ થતાં જ અરિહંત દેવની ઓળખાણ પણ સત્ય સ્વરૂપે થશે.