________________
૨૨ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ જ્ઞાનાદિના ભેદ
આ પછી જ્ઞાનાદિ સંબંધી પ્રશ્નોત્તરે પણ વિચારવા. લાયક છે. જ્ઞાન, દર્શન (સમ્યકત્વ) અને ચારિત્ર એ ત્રણરત્ન. એહભવિક, પારભવિક, તદુભયભવિક છે? આ પ્રશ્ન છે. તેમાં જ્ઞાન અને દર્શનને અંહભાવિક, પારભવિક અને તદુભયભવિક બતાવવામાં આવ્યા છે. જ્યારે ચારિત્રને ઍહભવિક બતાવવામાં આવ્યું છે. પારભવિક કે તદુભયભવિક નહિ. અને ચારિત્રની માફક તપ અને સંયમ પણ બતાવ્યાં છે. કર્મોને વ્યાપાર નહિ હોવાથી તેઓ અનારંભી છે. જ્યારે સંસારવતી જીવાત્મા–જેઓએ અપ્રમત્ત અવસ્થા સ્વીકારી છે, એટલે કે પિતાની આત્મિક વિચારધારાઓમાંથી રાગછેષ, વિષય-વાસના, રાજકથા, દેશકથા, ભજન કથા, સ્ત્રીકથા તથા કાષાયિક ભાવેને જેમણે ક્ષયપશમ કરી નાખ્યા છે, અથવા ઉદયમાં આવતાં તે ભાવને ઉત્કૃષ્ટ સ્વાધ્યાયબળ, ધ્યાનબળ, તથા તપોબળથી દબાવી દીધા છે. તેઓ પણ અનારંભી છે. અને પ્રમત્ત હોવા છતાં પણ જેઓ ગુરુકુલ વાસમાં રહીને શુભ ભાવ દ્વારા ઉપયેગવંત થઈને શુધ્ધ અનુષ્ઠાનેમાં સદા રત રહે છે. તેઓ પણ અનારંભી છે.
જ્યારે સંયમધારી હોવા છતાં પણ જેમનાં મન, વચન અને કાયા રસગારવ, દ્ધિગારવ અને શાતાગારવાના માલિક બનીને અશુભવૃત્તિઓ તથા પ્રવૃત્તિઓ આદરે છે, ત્યારે તેઓ આત્મારંભી, પરારંભી અને ઉભયારંભી જ બને છે, પણ અનારંભી બની શક્તા નથી. દ્રવ્યવિરતિને સ્વામી બન્યા પછી પણ જ્યાં સુધી સાધક ભાવવિરતિ (ભાવસંયમ) તરફ પ્રયાણ કરતા નથી, ત્યાં સુધી સરંભ સમારંભ અને