________________
નરયિકોના ભેદ
નરયિકે બે પ્રકારના બતાવવામાં આવ્યા છે. મેટા શરીરવાળા અને ન્હાના શરીરવાળા, બીજી રીતે નૈરયિકના બેભેદ બતાવવામાં આવ્યા છે. પૂર્વોપપત્રક (પહેલાં ઉત્પનન થયેલ) અને પશ્ચાદપપન્નક (પછીથી ઉત્પનન થયેલી ત્રીજી રીતે પણ બે ભેદ બતાવવામાં આવ્યા છે. સંઝિભૂત અને અસંઝિભૂત. વળી એક રીતે નિરયિકના ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગ્રમિથ્યાદષ્ટિ. એક રીતે નૈરયિકના ચાર ભેદ પણ બતાવવામાં આવ્યા છે સરખી ઉંમરવાળા અને સાથે ઉત્પન્ન થયેલા. સરખી ઉંમરવાળા અને આગળ-પાછળ ઉત્પન્ન થયેલ, વિષમ ઉંમરવાળાને સાથે ઉત્પન્ન થયેલ, તેમ વિષમ ઉંમરવાળા અને વિષમપણે ઉત્પન્ન થયેલ.
જુદી જુદી દ્રષ્ટિથી પડેલા આ ભેદના કારણે જ આહાર, કર્મ, વર્ણ વેશ્યા, વેદના, ક્રિયા અને ઉંમર આદિમાં ભેદની ન્યૂનાધિકતા હોય, એ સ્વાભાવિક છે.
પૃથ્વીકાચિકે બધા માયી અને મિથ્યાદષ્ટિ બતાવવામાં આવ્યા છે. પૃથ્વીકાયિક જીવ માથી અને અનંતાનુબંધી કષાયના ઉદયવાળા હોય છે, અને તેથી જ મિથ્યાદષ્ટિવાળા અર્થાત મિથ્યાત્વના ઉદયની વૃત્તિવાળા હોય છે.
આમ બે ઈન્દ્રિયાદિઓની અંદર પંચેન્દ્રિયતિર્યચ. નિવાળાઓના ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. સમ્યગ્દષ્ટિ મિથ્યાદષ્ટિ અને સમ્યગમિથ્યાષ્ટિ. પછી સમ્યગદષ્ટિના બે ભેદ છે અસંયત અને સંયતા-સંયત.