________________
૩૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ જધન્યથી અંગુલના સંખેભાગે અને ઉત્કૃષ્ટથી એક લાખ
જનવાળા હોય છે. આમાં જે મેટા શરીરવાળા હોય છે. તે મને ભક્ષણ લક્ષણ આહારની અપેક્ષાએ ઘણા પુદ્ગલેને આહાર કરે છે. વારંવાર ખાય છે. નિરંતર શ્વાસ-નિશ્વાસ લે છે. આ વાત ચતુર્થભક્ત (ઉપવાસ) પહેલા આહાર કરનારા અને સાત–સ્તક પહેલા શ્વાસ લેનારા અસુરકુમારની અપેક્ષાએ જાણવી. શેષ નરયિકની સમાન છે. પણ કર્મ, વર્ણ અને લેશ્યાઓ અસુર કુમારે ને નારકાથી વિપરીત છે.
જેમકે પૂર્વોત્પન્નક અસુરકુમારે નારક અને અનેક પ્રકારે યાતના આપે છે. પીડા આપે છે. ઇત્યાદિક કારણેને લઈને ભયંકર કર્મોને બાંધનારા હોવાથી અશુભ કર્મો અશુભવણ, અને અશુભ લેશ્યાઓ તેમની વધતી જ જાય છે.
સંજ્ઞીભૂત અસુરકુમારને પૂર્વભવની ચારિત્રવિરાધના. તથા દર્શન વિરાઘના યાદ આવવાનાં કારણે માનસિક પીડા વધારે હોય છે.
પૃથ્વી કાયિક જી આહાર–વણું કર્મ અને લક્ષ્યાથી નારક જેવા જ હોય છે. માત્ર ન્હાના મેટા શરીરની અપેક્ષાએ આહારમાં તફાવત છે. આમ તે પૃથ્વીકાયિક જીવનું અંગુલના અસંખ્ય ભાગ પ્રમાણ શરીર હોય છે. છતાંએ કેઈક છ બીજા પૃથ્વીકાયિક જી કરતાં સંખ્યાત ભાગહીન, અસંખ્યાત ભાગહીન સંખ્યાતગુણ વૃદ્ધિ અને અસંખ્યાત ગુણવૃદ્ધિવાલા હોવાથી શરીર ન્હાના મોટા હોય છે. માટે આહારમાં પણ તારતમ્ય હોઈ શકે છે. - ઉન્માર્ગની દેશના કરનાર, સન્માર્ગને નાશક, અત્યન્ત ગૂ હૈદયવાળે, માયા–પ્રપંચમાં રચે–ભો અને ધૂર્ત