________________
૧૪ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ આત્માની વિચારધારાઓ વડે પ્રતિસમયે બાંધેલા કમેને જે લાંબાકાળે ઉદયમાં આવનાર હતા તેમને ખપાવતો જ જાય છે. આત્માથી અસંયમિત માનસિક બળ કર્મોને ઉપાર્જન કરવામાં કારણ બને છે. જ્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર સંપન્ન આત્માથી સંયમિત બનેલું મન કર્મોના નાશ માટે "હોય છે. માટે જ કહ્યું છે કે-“જન જ મનુષ્યાળાં રજૂ વખ્યમોક્ષ' માણસોનું મન જ બંધ અને મેક્ષનું કારણ છે.
બાંધેલા કર્મોને ઉદય બે પ્રકારે થાય છે. અમુક સમયની મર્યાદા સુધીનાં કર્મો પિતાને સમય પૂરો થતાં પોતાની મેળે ઉંદયમાં આવે છે. વૈરાગ્ય પૂર્ણ જીવન જીવનારે અને ઈશ્વરના ધ્યાનમાં તથા તેમની આજ્ઞામાં મસ્ત બનનારે ભાગ્યશાળી આત્મા પિતાના સંધ્યાન દ્વારા ઉદીરણા કરણથી મર્યાદા પહેલા પણ ઘણું અનિકાચિત કર્મોને ઉદયમાં લાવીને અર્થાત્ કર્મોના ફળને ભેગવ્યા વિના જ કર્મોના પ્રદેશને ખપાવી શકે છે. આ બંને પ્રકારે વેદાતા કમેને વિદાયા” કહેવામાં નિશ્ચયદષ્ટિએ વધે નથી.
દૂધ અને સાકરની માફક એકાકાર થયેલાં કર્મો પતાની મેળે અથવા ઉદીરણાને લઈને આત્મપ્રદેશોથી ખરી પડવાની– છૂટાં થવાની શરૂઆત જ્યારે કરે ત્યારે કર્મે છૂટાં થયા કહી શકાય છે. - છેદાતું હોય તે છેદાયું” એટલે દીર્ઘકાળ સુધીની મર્યાદાવાળા કમેને “અપવર્તના” નામની કરણશક્તિવડે ઓછી સ્થિતિ (સમય મર્યાદા) વાળા કરવા તેને છેદન ક્રિયા 1 અપ્રમત્ત અવસ્થાને લઈને આત્મામાં એક એવી અજોડ શક્તિ આવે છે, જેને લઈને દીર્ધકાળના કર્મોને ઓછા કાળની મર્યાદામાં લાવી શકાય છે. તે પ્રમાણે અશુભ કર્મોમાં
કહેવાય છે.