________________
શતક ૧ લું ઉદ્દેશક–૧ ]
[ ૧૧. આ પ્રથમ પ્રશ્નોત્તર યદ્યપિ બાહ્યદષ્ટિએ જમાલીના મતનું નિરાકરણ કરનાર દેખાય છે. પરન્તુ તાત્વિક દૃષ્ટિએ તે મેક્ષતત્ત્વનું સૂચક પણ છે. કારણ કે શ્રી અભયદેવસૂરિની વૃત્તિમાં કહેવા પ્રમાણે– શરૂઆત જ થઈ છે, છતાં પણ ધર્મપત્ની પોતાના પુત્ર સાથે કહેવડાવે કે રસોઈ તૈયાર થઈ ગઈ છે. જમીને જજે.”
આ પ્રમાણે તથા આના જેવા બીજા ભાષા વ્યવહારને આપણે (જેમાં તાકિકે, વિતંડાવાદિઓ તથા જલ્પ હેત્વાભાસ છળ, જાતિ અને નિગ્રહસ્થાન દ્વારા મોક્ષની કલપના કરનારાઓ) બધાએ સત્ય સ્વરૂપે માનીએ છીએ અને તે પ્રમાણે વ્યવહાર કરીએ છીએ. | મૂળ વાત આ છે કે કેઈપણ ઉત્પાઘ કાર્યને માટે નિમિત્ત કારણે બરાબર ગોઠવાઈ ગયા હોય, તથા તે કાર્ય માટેનું ઉપાદાન કારણ પણ યથાગ્ય તૈયાર હોય તો કાર્યના પ્રારંભકાળમાં જ પ્રત્યેકને વિશ્વાસ રહે છે કે “કાય થઈ ગયું” માટે કરતું “કરાયું,” બળતું “બળાયું”. આ પ્રમાણે, જ સર્વત્ર બોલાય છે. અને આવા પ્રકારને ભાષા વ્યવહાર નિશ્ચયનયથી સત્ય મનાય છે. જ્યારે આ જ વાતને વ્યવહારનય બીજા પ્રકારે કહે છે. કાર્યની પૂર્ણતાને પામેલે ઘડે.
જ્યારે પાણી ભરવાના કામમાં આવે. વણાઈ ગયેલું કપડું દરજીને ત્યાં દેવા માટે કામમાં આવે અને સરસ રીતે સીવાઈ ગયેલું કપડું પહેરવા માટે કામમાં આવે ત્યારે જ કામ થયું એમ કહેવાય છે.
આ પ્રમાણે ઉત્પાદ્ય કાર્યમાં અને દૃષ્ટિએ સત્ય સ્વરૂપે સમાયેલી હોવાથી સ્થલ બુદ્ધિના માલિકને તથા પૂર્વ ગ્રહથી ગ્રસ્ત આત્માને ધ્યાનમાં ન આવે તેથી કરીને પદાર્થોને સ્વરૂપને અને તેમને જોવાની અલૌકિક દષ્ટિઓને દેષ નથી.